દુકાનોના શટરના તાળા તોડ્યા હતા, જ્યારે એક દુકાનમાં વેન્ટિલેશનની જાળીમાં બાકોરું પાડી દુકાનોમાં પ્રવેશ કરી દુકાનમાં રાખેલ રોકડ રકમ સહિત મુદ્દામાલની ચોરી કરી હતી. તસ્કરોએ દુકાનોમાં રાખેલ માલસામાન નીચે નાખી દીધો હતો અને તોડફોડ કરી હતી.
ભિલોડામાં તસ્કારો ત્રાટક્યા, મુખ્ય બજારમાં 5 દુકાનોમાં ચોરી - અરવલ્લી તાજા ન્યુઝ
અરવલ્લી: શનિવારે રાત્રે ભિલોડા શહેરના મેઈન બજારમાં આવેલી 5 દુકાનોમાં તસ્કરો ત્રાટકી લાખો રૂપિયાની ચોરી કરી તરખાટ મચાવ્યો હતો. ભિલોડાના કેશવ માર્કેટમાં કાવ્યા મોબાઈલ, અંબિકા મટેરીયલ, સી.એન.જી પંપ નજીક આવેલ બજાજ ઓટો શોરૂમમાં અને આકાર કોમ્પ્લેક્ષમાં આવેલી બે દુકાનોમાં તસ્કરો ત્રાટક્યા હતા.
ભિલોડામાં અઠવાડીયામાં બીજીવાર તસ્કારો ત્રાટક્યા , મુખ્ય બજારમાં 5 દુકાનોમાં ચોરી
આ અંગે દુકાન માલિકોને વહેલી સવારે ખબર પડી ત્યારે દોડી આવ્યા હતા. દુકાનદારોએ કેટલા રૂપિયાની ચોરી થઈ તેનો તાગ મેળવ્યો હતો. ભિલોડા બજારમાં સપ્તાહમાં બીજીવાર બજારમાં તસ્કરોએ દુકાનોમાં ત્રાટકતા વેપારીઓ અને દુકાનદારોમાં ફફડાટ ફેલાયો હતો.