- ભિલોડાની પોલીસ રવિવારે રાત્રે પેટ્રોલિંગમાં હતી
- પોલીસે લોકોને વિખરાઇ જવાનું કહેતા અંદર-અંદર બોલાચાલી થઇ
- ઈજાગ્રસ્ત પોલીસકર્મીઓને સારવાર અર્થે દવાખાને ખસેડાયા હતા
અરવલ્લી :જિલ્લાના ભિલોડાની પોલીસ રવિવારે રાત્રે પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન નવા વસવાટ વિસ્તારમાં કેટલાક લોકોના ટોળા જોવા મળતા ઘટના સ્થળે પહોંચી હતી. આ સમયે બે જુથો વચ્ચે અંદોરઅંદરની બાબલ થઇ રહી હતી. કોરોના મહામારીમાં પોલીસે લોકોને વિખરાઇ જવાનું કહેતા અંદર-અંદર બોલાચાલી કરતા ટોળાએ પોલીસ સામે પથ્થરમારો કર્યો હતો.
ત્રણ પોલીસ કર્મીના શરીરે ગંભીર ઈજાઓ પહોંચી
એકાએક હુમલો થતા હેબતાઇ ગયેલા પોલીસ કર્મીઓ યેનકેન પ્રકારે જીવ બચાવી છટકી ગયા હતા. પથ્થરમારાના પગલે ત્રણ પોલીસ કર્મીના શરીરે ગંભીર ઈજાઓ પહોંચી હતી. પોલીસની જીપને પણ નુકશાન થયુ હતું. ભિલોડા પોલીસ કર્મીઓએ પર હુમલો થતા પોલીસ કાફલાએ ઘટના સ્થળે પહોંચી ટોળાને વિખેરી નાખી ઈજાગ્રસ્ત પોલીસકર્મીઓને સારવાર અર્થે દવાખાને ખસેડાયા હતા.
13 અસામાજિક તત્વોની ધરપકડ કરીને 9 આરોપીઓ સામે ફરિયાદ નોંધી