અરવલ્લીઃ જિલ્લાના ભિલોડા તાલુકાના કુડોલ (સુંદરપુર) ગામે ગત 26 એપ્રિલની મોડી રાત્રે બે સગા ભાઇ રાજેન્દ્રભાઇ અને વિનોદભાઈ યુસુફ ભાઈ અસારીનું મર્ડર કરવામાં આવ્યું હતું. આ ઘટનામાં સંડાવાયેલા બન્ને આરોપીઓને ભિલોડા પોલીસે ગણતરીના દિવસોમાં ઝબ્બે કરી જેલના સળીયા પાછળ ધકેલી દઇ વધુ કાર્યવાહી હાથ ધરી છે .
પોલીસ FIR મુજબ ,રાજસ્થાનનો રહેવાસી આરોપી ચંદ્રેશ ભુરજી કોપસા મજૂરી અર્થે આરોપી આશિર્વાદ દાનિયલના ઘરે રહેતો હતો. આરોપી ચંદ્રેશ, મૃતક રાજેન્દ્રભાઇ યુસુફભાઇ અસારીની દિકરીને પરેશાન કરતો હતો.
ભિલોડા પોલીસે ડબલ મર્ડરના આરોપીઓને ઝડપી પાડ્યા - ભિલોડા પોલીસ
અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકાના કુડોલ (સુંદરપુર) ગામે ગત 26 એપ્રિલની મોડી રાત્રે બે સગા ભાઇ રાજેન્દ્રભાઇ અને વિનોદભાઈ યુસુફભાઈ અસારીનું મર્ડર કરવામાં આવ્યું હતું. ફરિયાદના આધારે આશીર્વાદ દાનિયલ પારઘી અને ચંદ્રેશ ભુરજી કોપસા વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધ્યો છે.
ભિલોડા પોલીસે ડબલ મર્ડરના આરોપીઓને દબોચ્યા
આ વાતનો ઠપકો આપવા ગત 26 એપ્રિલના રોજ રાજેન્દ્રભાઇ યુસુફભાઇ અસારી અને તેમનો ભાઇ વિનોદભાઈ યુસુફભાઈ અસારી આરોપીઓના ઘરે ગયા હતા. જો કે ઝઘડાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા આશિર્વાદ દાનિયલ અને ચંદ્રેશ કોપસાએ લોંખડની પાઈપ અને છરીના ઘા ઝીંકી બન્ને ભાઇઓની હત્યા કરી કરી નાખી હતી અને મૃતદેહને ફેંકી દીધા હતા.
આ અંગે પોલીસે મૃતકની પુત્રી નિરાલીબેન રાજેન્દ્રભાઇ અસારીની ફરિયાદના આધારે આશિર્વાદ દાનિયલ પારઘી અને ચંદ્રેશ ભુરજી કોપસા વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધ્યો છે.