- અરવલ્લીમાં 6636 હેક્ટરમાં મકાઈનું વાવેતર કરાયું
- મેઘરજ અને માલપુર વિસ્તારમાં મકાઇનું વાવેતર કરવામાં આવે છે
- ખેડૂતોએ ટેકાના ભાવે મકાઇ વેચવા માટે રજીસ્ટ્રેશન કરાવ્યુ
અરવલ્લીઃ જિલ્લાના મેઘરજ અને માલપુર વિસ્તારમાં મકાઇનું વાવેતર કરવામાં આવે છે. મેઘરજ તાલુકાના 405 ખેડૂતોએ ટેકાના ભાવે મકાઇ વેચવા માટે રજીસ્ટ્રેશન કરાવ્યુ છે. ટેકાના ભાવે મકાઇની ખરીદી તારીખ 17/12/2020થી શરૂ કરવામાં આવી છે. અત્યાર સુધી 50 ખેડૂતોએ 700 મણ મકાઇ ટેકાના ભાવે વેચી છે. મહત્વની બાબત એ છે કે જાહેર હરાજીમાં મકાઇના વધુમાં વધુ મણે રૂપિયા 270 ભાવ બોલાય છે, જ્યારે ટેકાનો ભાવ રૂપિયા 370 છે. જેથી ખેડૂતો મણે રૂ.100 વધુ મળી રહ્યા હોવાથી ખેડૂતોએ સંતોષ વ્યક્ત કર્યો હતો.