મળતી માહિતી અનુસાર શનિવાર રાત્રે બાતમીના આધારે અરવલ્લી જિલ્લા પંચાયત સદસ્ય કિર્તીભાઇ પટેલે સ્થાનિકોની સાથે હૉટલ નજીક પાર્કમાં બે પીકઅપ ડાલામાં તપાસ કરી હતી. જેમાં દારૂથી ભરેલો ટ્રક મળી આવ્યો હતો. ડ્રાઇવરની પૂછપરછ કરતાં દારૂ ઇસરી પોલીસના PSIએ મોકલ્યો હોવાનો કબુલ્યું હતું, ત્યારબાદ પોલીસનો સંપર્ક કરતા પોલીસે એક આરોપીની ધરપકડ કરી હતી. તો એક ફરાર થઇ ગયો હતો.
બાયડમાં પેટા ચૂંટણી પૂર્વે જનતા રેડ, 2 લાખનો દારૂ ઝડપાયો - બાયડ પેટાચૂંટણી
અરવલ્લીઃ જિલ્લામાં બાયડ વિધાનસભા પેટા ચૂંટણી 21 ઓક્ટોબરના સોમવારે યોજાવાની છે, ત્યારે આ પંથકમાં દારૂની રેલમછેલ હોવાની વાતોથી વાતવરણ ગરમાયું હતું. જેથી જિલ્લા પંચાયતના સદસ્યએ ગત રાત્રીએ જનતા રેડ કરી બાયડની એક હૉટલ નજીકથી દારૂ ભરેલા બે ડાલા ઝડપી પાડ્યાં હતાં. પૂછપરછ કરતાં ટ્રક ડ્રાઇવરે આ દારૂ ઇસરી પોલીસ સ્ટેશનના PSIએ મોકલ્યો હોવાનું કબલ્યુ હતું.
બાયડમાં પેટા ચૂંટણી પૂર્વે જનતા રેડ
પ્રાથમિક તપાસમાં પોલીસે રૂ.2.2 લાખના દારૂ સાથે 4 લાખનો મુદ્દામાલ ઝબ્બે કર્યો હતો, ત્યારબાદ દારૂની હેરાફેરી રાજકીય લાભે થતી હોવાની આશંકાએ આગળની તપાસ હાથ ધરી હતી.