અરવલ્લીરાજ્યમાં આજે વિધાનસભાની ચૂંટણી માટે બીજા તબક્કાનું મતદાન છે. ત્યારે ચૂંટણી પહેલા મતદારોને રિઝવવા અને લલચાવવા માટે રાજકીય પાર્ટીઓ અનેક ધમપછાડા કરતી હોય છે. લાલચ આપતી હોય છે. ત્યારે અરવલ્લી જિલ્લામાં મતદાન પહેલા લોકોએ એક સ્કોર્પિયો કારમાંથી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. એટલે આ માટે ભાજપ પર આક્ષેપ થઈ રહ્યા છે.
જિલ્લા ભાજપ પ્રમુખે કર્યો સમજાવવાનો પ્રયાસ માલપુર તાલુકાના અણીયોર ગામની ચોકડી નજીક દેશી મદિરાના ક્વાંટરીયા ભરેલી કાર સ્થાનિક લોકોએ ઝડપી પાડતા ચકચાર મચી હતી. સ્થાનિકોએ જીવ જોખમમાં મુકી દારૂની ગાડી ઝડપી ત્યારે અરવલ્લી જિલ્લા ભાજપ પ્રમુખ (Aravalli District BJP) રાજેન્દ્ર પટેલ લોકોને સમજાવવાનો પ્રયાસ કરતો જોવા મળ્યો હતો. હવે આક્ષેપ થઈ રહ્યા છે કે, રાજેન્દ્ર પટેલ જ ગાડીનું પાયલોટીંગ કરી રહ્યો હતો.
સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વીડિયોથી રાજકારણમાં ગરમાવો સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વીડિયોથી રાજકારણમાં ગરમાવોમાલપુર પોલીસ સ્ટેશનના (Malpur Police Station) થાણા અધિકારીની કામગીરી સામે અનેક સવાલ ઊભા થયા છે. માલપુર-બાયડ પંથકમાં સરપંચ લખેલી કાળા રંગની સ્કોર્પિયો ગાડીમાં મોટી માત્રામાં દારૂ ભરી (Alcohol seized from BJP Car in Arvalli) મતદારોને પહોંચાડવામાં આવી રહ્યો હોવાની બાતમી જાગૃત યુવાનોને મળતા અણીયોર ચોકડી નજીક વોચ ગોઠવી દીધી હતી.
યુવાનોએ સ્કોર્પિયો પકડી પાડી બાતમી આધારિત સ્કોર્પિયો આવતા યુવાનોએ જીવના જોખમે અટકાવી હતી. તેવામાં ક્યાંકથી અરવલ્લી જિલ્લા ભાજપ પ્રમુખ (Aravalli District BJP) રાજેન્દ્ર પટેલ સ્થાનિકોને સમજાવવા દોડી આવ્યો હતો. જોકે, સ્થાનિકો એકના 2 નથતા પ્રમુખ સ્થળ છોડી ચાલ્યો ગયો હતો. ત્યારબાદ સ્થાનિકો ગાડીમાં દેશી મદિરાના ક્વાટરની પેટીઓથી છલોછલ ભરેલી જોતાની સાથે તેમનો ગુસ્સો ફાટી નીકળ્યો હતો અને સમગ્ર ઘટનાનો વિડીયો ઉતારી સોશ્યલ મીડિયામાં વાયરલ કર્યો હતો. ત્યારબાદ પોલીસ શંકાના દાયરામાં આવી ગઈ હતી.
ચૂંટણી પંચના દાવા પોકળ સાબિત થયાનો આક્ષેપ ચૂંટણી પંચના (Election Commission of Gujarat) નિષ્પક્ષ ચૂંટણી યોજવાના દાવાઓ પોકળ સાબિત થઈ રહ્યા હોવાનું લોકો અહેસાસ અનુભવી રહ્યા છે. ત્યારે ચૂંટણી પંચ દારૂ ભરેલી (Alcohol seized from BJP Car in Arvalli) કાર કોની છે. તે અંગે તટસ્થ તપાસ કરી યોગ્ય કાર્યવાહી કરે તેવી લોકમાગ પ્રબળ બની છે. બીજી તરફ માલપુર-બાયડ વિધાનસભાના અપક્ષ ઉમેદવાર ધવલસિંહ ઝાલાએ ભાજપ પ્રમુખ રાજેન્દ્ર પટેલ (Aravalli District BJP) પોતે જ ગાડી લઈને આવતો હોવાનો આક્ષેપ કર્યો છે.