અરવલ્લી: જિલ્લામાં કોરોનાની દહેશત છવાઇ રહી છે, ત્યારે કોરોના વાઇરસના દર્દીઓનો આંક વધતા લોકોમાં અને દુકાનદારોમાં ભય ફેલાયો છે. જેના પગલે બાયડ નગરના દુકાનદારોએ દુકાનો અમુક સમય સુધી જ ખુલ્લી રાખવાનો સ્વયંભૂ નિર્ણય કર્યો છે.
બાયડ પાલિકાએ બપોરના 2 વાગ્યા સુધી દુકાનો ખુલ્લી રાખવાનો કર્યો નિર્ણય
અરવલ્લી જિલ્લામાં કોરોના વાઇરસના દર્દીઓનો આંક વધી રહ્યો છે, ત્યારે દુકાનદારોમાં પણ ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. જિલ્લાના માલપુર તાલુકામાં દુકાનદારોએ સોમવારથી બપોરના 2 વાગ્યા પછી દુકાનો બંધ રાખવાના નિર્ણયના પગલે હવે બાયડ નગરમાં પણ દુકાનદારોએ સવારના 7થી બપોરના 2 વાગ્યા સુધી જ દુકાનો ખુલ્લી રાખવાનો નિર્ણય કર્યો છે.
બાયડ નગરપાલિકા
બાયડ નગરના વેપારીઓએ નગરપાલિકા તંત્ર સાથે બેઠક કરી હતી. તેમજ દુકાનો સવારે 7 વાગ્યાથી બપોરના 2 વાગ્યા સુધી જ ખુલ્લી રાખવા સ્વયંભૂ તૈયારી દર્શાવી હતી.
હવે બાયડ નગરપાલિકાએ પણ આ અંગે નિર્ણય લઇ દૂધ, શાકભાજી અને મેડિકલ સિવાયની દુકાનો બપોરના 2 વાગ્યા પછી બંધ રાખવાનું જાહેર કર્યુ છે.