ગુજરાત

gujarat

ETV Bharat / state

અરવલ્લી: કોરોના સંક્રમણના ભયને લીધે બાયડ APMC એક સપ્તાહ સુધી બંધ રહેશે - bayad APMC market to remain closed

અરવલ્લી જિલ્લાના બાયડ APMCમાં આગામી 1 ડિસેમ્બર સુધી જાહેર હરાજી તેમજ યાર્ડના અન્ય કામકાજ બંધ રહેશે. APMC માર્કેટના 3 વેપારીઓ કોરોના સંક્રમિત થતા આ પગલું ભરવામાં આવ્યું છે.

અરવલ્લી: કોરોના સંક્રમણના ભયને લીધે બાયડ APMC એક સપ્તાહ સુધી બંધ રહેશે
અરવલ્લી: કોરોના સંક્રમણના ભયને લીધે બાયડ APMC એક સપ્તાહ સુધી બંધ રહેશે

By

Published : Nov 24, 2020, 3:46 PM IST

  • કોરોના સંક્રમણના ભયને લઇને બાયડ APMC એક સપ્તાહ સુધી બંધ
  • APMCના 3 વેપારીઓ થયા કોરોના સંક્રમિત
    અરવલ્લી: કોરોના સંક્રમણના ભયને લીધે બાયડ APMC એક સપ્તાહ સુધી બંધ રહેશે

અરવલ્લી: અરવલ્લી જિલ્લામાં કોરોના કહેર વધતા લોકોમાં ભય ફેલાયો છે ત્યારે બાયડ APMC એક સપ્તાહ સુધી બંધ રાખવાની જાહેરાત કરવામાં આવી છે. બાયડના APMCના ત્રણ વેપારીઓ કોરોના સંક્રમિત થયા છે. જેને પગલે આ નિર્ણય લેવામાં આવ્યો છે. આગામી 1 ડિસેમ્બર સુધી જાહેર હરાજી તેમજ યાર્ડના અન્ય કામકાજ બંધ રહેશે.

અરવલ્લી: કોરોના સંક્રમણના ભયને લીધે બાયડ APMC એક સપ્તાહ સુધી બંધ રહેશે

બાયડમાં કોરોનાના 64 પોઝિટીવ દર્દીઓ

બાયડ નગર તેમજ તાલુકામાં કોરોનાના કુલ દર્દીઓનો આંક 64 પર પહોંચ્યો છે. જોકે સત્તાવાર આંકડાઓ મુજબ હાલ એક પણ દર્દી સારવાર હેઠળ નથી.

ABOUT THE AUTHOR

...view details