- મોડાસા જિલ્લામાં BAPS સંસ્થાન દ્વારા ઑક્સિજન કૉન્સન્ટ્રેશન મશીન દાન કરવામાં આવ્યા
- મશીનો યુકેથી મંગાવવામાં આવ્યા હતા
- 4 ખાનગી અને 4 સરકારી હોસ્પિટલને આપવામાં આવ્યા
મોડાસા :કોરોનાની બીજી લહેરમાં હાલ સૌથી વધુ અછત ઓક્સિજન વર્તાઇ રહી છે. પ્રાણવાયુની અછતને લઇને કેટલાય કોરોનાગ્રસ્ત દર્દીઓએ પ્રાણ ગુમાવ્યા છે. ઓક્સિજન મેળવવા માટે દર્દીઓના સગાઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. આવા સંજોગોમાં અરવલ્લી જિલ્લામાં કોરોનાના વધતા કહેર વચ્ચે BAPS સ્વામિનારાયણ સંસ્થા દ્વારા ઑક્સિજન કૉન્સન્ટ્રેશન મશીન કૉવિડ હૉસ્પિટલ્સમાં દાન આપવામાં આવ્યા છે.
મશીનો યુકેથી ઇપોર્ટ કરવામાં આવ્યા
સંસ્થા દ્વારા આ મશીન યુ.કેથી ઇપોર્ટ કરવામાં આવ્યા છે. ઑક્સિજન કૉન્સન્ટ્રેશન મશીન સામાન્ય ઑક્સિજનની જરૂરિયાતવાળા દર્દીઓ માટે આશિર્વાદ રૂપ સાબિત થશે. વીજ સંચાલીત આ ઑક્સિજન કૉન્સન્ટ્રેશન મશીન ઓટોમેટીકલી હવામાંથી ઑક્સિજન તૈયાર કરે છે. એક મશિનથી બે દર્દીઓને ઑક્સિજન આપી શકાય છે. મોડાસા BAPS સ્વામિનારાયણ મંદિર દ્વારા ચાર મશીન સરકારી કોવિડ હૉસ્પિટલ્સમાં જ્યારે ચાર મશીન અન્ય ખાનગી કોવિડ હૉસ્પિટલમાં દાન આપવામાં આવ્યા છે. સ્વામિનારાયણ સંસ્થા દ્વારા આપવામાં આવેલા આ ઑક્સિજન કૉન્સન્ટ્રેશન મશીન થકી દર્દીઓને સારો એવો લાભ થશે.