ગુજરાત

gujarat

ETV Bharat / state

BAPS સંસ્થાએ અરવલ્લીની હોસ્પિટલ્સમાં ઓક્સિજન કોન્સન્ટ્રેટર દાન આપ્યાં

BAPS સ્વામીનારાયણ સંસ્થા દ્વારા અરવલ્લી જિલ્લામાં આવેલી ભીલોડા કૉટેજ હૉસ્પિટલ, બાયડની વાત્રક કૉવિડ હૉસ્પિટલ, મોડાસાની સાર્વજનિક કૉવિડ હોસ્પિટલ તેમજ ધી ઘાંચી આરોગ્ય મંડળ સંચાલિત હોસ્પિટલને ઑક્સિજન કૉન્સન્ટ્રેટર મશીન દાન આપવામાં આવ્યાં છે.

BAPS સંસ્થાએ અરવલ્લીની હોસ્પિટલ્સમાં ઓક્સિજન કોન્સન્ટ્રેટર દાન આપ્યાં
BAPS સંસ્થાએ અરવલ્લીની હોસ્પિટલ્સમાં ઓક્સિજન કોન્સન્ટ્રેટર દાન આપ્યાં

By

Published : Jun 2, 2021, 7:11 PM IST

  • BAPS સંસ્થાએ ઓક્સીજન કોન્સન્ટ્રેટર દાન આપ્યાં
  • અરવલ્લીની 4 હોસ્પિટલ્સમાં ઓક્સિજન કોન્સન્ટ્રેટર દાન આપ્યાં
  • કોવિડ હોસ્પિટલ્સમાં દાન આપ્યાં
  • હોસ્પિટલ્સના સંચાલકોએ દાન સ્વીકારી મંદિરનો આભાર માન્યો

    મોડાસાઃ સમગ્ર રાજ્યની સાથે અરવલ્લીમાં પણ ધીમે ધીમે કોરોના કેસની સંખ્યા ઘટી રહી છે. જોકે કોરોનાની સંભવિત ત્રીજી લહેર દરમિયાન હોસ્પિટલ્સમાં સારવાર માટે પુરતા સાધનો ઉપલબ્ધ રહે તે માટે સરકાર તેમજ સામાજિક સંસ્થાઓ પ્રયત્નો કરી રહી છે. જેમાં અરવલ્લી જિલ્લામાં કાર્યરત BAPS સ્વામીનારાયણ મંદિરે જિલ્લાની ચાર સાર્વજનિક હોસ્પિટલ્સમાં ઑક્સિજન કૉન્સન્ટ્રેટર દાન આપ્યાં છે. મંદિર દ્રારા 10 ઑક્સિજન કોન્સટ્રેટર ભીલોડા કૉટેજ હૉસ્પિટલ, બાયડની વાત્રક કૉવિડ હૉસ્પિટલ , મોડાસાની સાર્વજનિક કૉવિડ હોસ્પિટલ તેમજ ધી ઘાંચી આરોગ્ય મંડળ સંચાલિત હોસ્પિટલને દાન આપતા હોસ્પિટલ્સ ના સંચાલકો એ દાન સ્વીકારી આભાર માન્યો હતો.
    BAPS સ્વામીનારાયણ મંદિરે જિલ્લાની ચાર સાર્વજનિક હોસ્પિટલ્સમાં ઑક્સિજન કૉન્સન્ટ્રેટર દાન આપ્યાં છે


    આ પણ વાંચોઃ વડતાલ મંદિર દ્વારા ઓક્સિજન કોન્સન્ટ્રેટર બેન્ક શરૂ કરાઇ

આ પહેલાં પણ મંદિર દ્વારા 10 મશીન કૉવિડ હૉસ્પિટલને દાન અપાયા છે

આ પહેલાં પણ મંદિર દ્રારા દસ મશીન કૉવિડ હૉસ્પિટલને દાન અપાયા છે. આ પ્રસંગે મોડાસા બીએપીએસ સ્વામિનારાયણ મંદિર ખાતે જિલ્લા વિકાસ અધિકારી ડૉક્ટર અનિલ ધામેલિયા સહિતના અધિકારીઓ અને સ્વામિનારાયણ મંદિરના ટ્રસ્ટી અને સંતો ઉપસ્થિત રહ્યાં હતાં.

ABOUT THE AUTHOR

...view details