ગુજરાત

gujarat

ETV Bharat / state

નાગરિકોની સલામતી અને જાગૃતિ માટે બેડમિન્ટન પ્લેયર વિશ્વા પટેલે આપ્યો સંંદેશ - કોરોનાની મહામારી

કોરોનાની મહામારીમાં માલપુર તાલુકાના ડોડીયા ગ્રામ પંચાયત વિસ્તારના નાગરિકોની સલામતી અને જાગૃતિ માટે નવતર પ્રયોગ કરવામાં આવ્યો હતો. જેમાં ગુજરાતની બેડમિન્ટન પ્લેયર વિશ્વા પટેલ પણ આ ગામમાં આવીને કોરોનામાં સાવચેતી અંગેનો સંદેશ આપ્યો હતો.

નાગરિકોની સલામતી અને જાગૃતિ માટે બેડમિન્ટન પ્લેયર વિશ્વા પટેલે આપ્યો સંંદેશ
નાગરિકોની સલામતી અને જાગૃતિ માટે બેડમિન્ટન પ્લેયર વિશ્વા પટેલે આપ્યો સંંદેશ

By

Published : Apr 23, 2020, 3:32 PM IST

અરવલ્લીઃ કોરોનાની મહામારીમાં માલપુર તાલુકાના ડોડીયા ગ્રામ પંચાયત વિસ્તારના નાગરિકોની સલામતી અને જાગૃતિ માટે નવતર પ્રયોગ કરવામાં આવ્યો હતો. જેમાં ગુજરાતની બેડમિન્ટન પ્લેયર વિશ્વા પટેલ પણ આ ગામમાં આવીને કોરોનામાં સાવચેતી અંગેનો સંદેશ આપ્યો હતો.

સમગ્ર વિશ્વ આજે કોરોના મહામારીથી પરેશાન છે, ત્યારે અરવલ્લી જિલ્લાના માલપુર તાલુકાના ડોડીયા ગ્રામ પંચાયત વિસ્તારના નાગરિકોની સલામતી અને જાગૃતિ માટે એક નવતર પ્રયોગ કરવામાં આવ્યો હતો. જેમાં પંચાયત દ્વારા સેલિબ્રિટી, ડૉકટર્સ, મહાનુભાવોને પંચાયતમાં બોલાવી પબ્લિક એડ્રેસ સિસ્ટમ થકી નાગરિકો માટે જનજાગૃતિ માટેના સંદેશ આપવામાં આવી રહ્યા છે. ગુજરાતની બેડમિન્ટન પ્લેયર વિશ્વા પટેલ પણ આ ગામમાં આવીને કોરોનામાં સાવચેતી અંગેનો સંદેશ આપ્યો હતો.

બેડમિન્ટન પ્લેયર વિશ્વા પટેલે પબ્લિક એડ્રેસ સિસ્ટમ થકી સમગ્ર પંચાયત વિસ્તારના લોકોને જાગૃતિ માટે અપીલ અને સંદેશ આપ્યો હતો, ત્યારે સરપંચ નાનાભાઈ વાળંદની આ પહેલને સમગ્ર વિસ્તારમાં આવકારવામાં હતી. વિશ્વા પટેલ હાલ બેડમિન્ટન ક્ષત્રે ગુજરાતનું પ્રતનિધિત્વ કરી રહ્યા છે.

ABOUT THE AUTHOR

...view details