ગુજરાત

gujarat

ETV Bharat / state

અરવલ્લીમાં પ્રેમ પ્રકરણને લઇ અથડામણ, 9 લોકો ઇજાગ્રસ્ત - અરવલ્લી પ્રેમ પ્રકરણ

અરવલ્લીઃ જિલ્લાના માલપુર તાલુકાના ઉભરાણા ગામે પ્રેમ પ્રકરણને લઇને અથડામણ થઇ હતી. આ અથડામણમાં 9 લોકો ઇજાગ્રસ્ત થયા હતાં. જેઓને બાયડની વાત્રક હોસ્પિટલ ખાતે સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા હતાં. આ અંગે બન્ને પક્ષોએ માલપુર પોલીસ સ્ટેશનમાં ફરીયાદ કરતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

etv bharat

By

Published : Nov 2, 2019, 8:23 PM IST

માલપુરના ઉભરાણ ગામમાં સામસામે રહેતા યુવક યુવતિની આંખ મળી જતા પ્રેમ પાંગર્યો હતો. જોકે એક જ ગામના હોવાથી યુવતિના પરિવારજનોને આ સંબંધ મંજુર ન હતો. જેથી બંન્ને પ્રેમી પંખીડાઓએ લગ્ન કર્યા હતાં. જોકે બાદમાં કોર્ટ સમક્ષ યુવતિએ તેના પરિવારજનોના પક્ષમાં નિવેદન આપતા યુવતિને તેના માતા પિતાને સોંપવાનો હુકમ થયો હતો. આ ચુકાદાના 25 દિવસ પછી યુવતિ અને યુવકના પરિવાર એકઠો થતા ઘર્ષણ થયુ હતું અને મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો હતો.

અરવલ્લીમાં પ્રેમ પ્રકરણને લઇ બબાલ

ABOUT THE AUTHOR

...view details