- મોડાસાની B.B.A. કોલેજમાં જાગૃતિ કાર્યક્રમ યોજાયો
- “બેન્કિગ ફ્રોડ” અંગે જાગૃતિ કાર્યક્રમ
- રિઝર્વ બેન્કના ડિપોઝિટર એજ્યુકેશન એન્ડ અવેરનેસ ફંડના માધ્યમથી આ કાર્યક્રમ યોજવામાં આવ્યો
- વિદ્યાર્થીઓને બેન્કિગને લગતા વિષય અનુસંધાને થાપણદારો સાથે થતાં ફ્રોડથી બચવા અંગે માહિતી અપાઈ
અરવલ્લી: રાજ્યમાં બેન્કિગ ફ્રોડ (Banking fraud) ની ઘટનાઓ દિનપ્રતિ દિન વધી રહી છે. સાયબર ગઠીયાઓ નીત નવી તરકીબોથી લોકોના ખાતાઓમાંથી નાણાં સેરવી લે છે. આ અંગે હવે લોકોમાં જાગૃતિ ફેલાવવા કેટલીક સંસ્થાઓ મેદાન પડી છે. મોડાસા (Modasa) માં કાર્યરત B.B.A. કોલેજના વિદ્યાર્થીઓને બેન્કિગને લગતા વિષય અનુસંધાને બેન્કિગ ફ્રોડ (Banking fraud) થી બચવા અંગે માહિતી આપવામાં આવી હતી. ભારતીય રિઝર્વ બેન્ક (RBI) ના ડિપોઝિટર એજ્યુકેશન એન્ડ અવેરનેસ ફંડના માધ્યમથી આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં RBI ના નિવૃત મેનેજર બાપાલાલ ગોહીલ દ્રારા ગ્રાહકો સાથે છેતરપિંડી અંગે ફરિયાદ નિવારણ માટે, કેવી રીતે અને ક્યાં ફરિયાદ કરવી તે અંગે જરૂરી માર્ગદર્શન પુરૂ પાડવામાં આવ્યું હતું.
આ પણ વાંચો: Cyber Crime ના પ્રકાર અને સાયબર ક્રાઇમથી બચવાના ઉપાયો જાણો