- PSI અને બુટલેગરની ઓડિયો ક્લીપ વાયરલ થઇ હતી
- જિલ્લા SP એ PSIને સસ્પેન્ડ કર્યો
- ઓડિયો ક્લીપ વાયરલ થતા સમગ્ર પોલીસ બેડામાં ચકચાર મચી
અરવલ્લીઃ જિલ્લાના મેઘરજના PSI એન.એમ સોલંકીની બુટલેગર સાથે વાતચીત કરતી ઓડિયો ક્લીપ વાયરલ થતા સમગ્ર પોલીસ બેડામાં ચકચાર મચી હતી. આ મામલે કાર્યવાહી કરી જિલ્લા એસ.પી સંજય ખરાતે તપાસના આદેશ આપ્યા બાદ PSI એન.એમ સોલંકી તાત્કાલીક સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા
અરવલ્લીમાં ખાખીને લાગ્યો વધુ એક દાગ
અરવલ્લી જિલ્લામાં આતંરરાજ્ય સરહદો આવેલી હોવાથી રાજસ્થાનમાંથી મોટા પાયે દારૂ ગુસાડવામાં આવે છે. જેના પગલે પોલીસ અધિકારીઓની બુટલેગરો સાથેની ભાઇબંધીની ઘટનાઓ કેટલીય વખત બહાર આવી છે, ત્યારે વધુ એક વખત બુટલેગર અને ખાખીની જુગલબંધી બહાર આવી છે. જેમાં મેઘરજ પી.એસ.આઈ એન. એમ સોલંકી અને બુલેગરની ઉત્તરાયણ પહેલાની વાતચીતની ઓડિયો ક્લીપ વાયરલ થયો છે. આ ઓડિયો ક્લીપમાં બુટલેગર અને PSI સોલંકીને ઉત્તરાયણ હોવાથી મેઘરજની ઉંડવા બોર્ડર પરથી બે બોટલ દારૂ લઇને નિકળશે. તેવી જાણ કરી સંભાળી લેવાની વાત કરી રહ્યો છે. શરૂઆતમાં આનાકાની કર્યા બાદ PSI પરવાનગી આપે છે પણ એના સિગ્નેચર બ્રાન્ડની બોટલ લઇ આવવાનું કહે હતુ.