ગુજરાત

gujarat

ETV Bharat / state

ભિલોડાના ખેરાડી ગામે ઉદઘાટનના વાંકે એક વર્ષથી ATM મશીન બંધ - બેન્ક ઓફ બરોડાનું ATM મશીન

લોકડાઉનમાં સોશિયલ ડિસ્ટન્સ જળવાય તે માટે લોકો બેંકની મુલાકત રોકડ નાણા ઉપાડવા માટે ન કરે તે હિતાવાહ છે . લોકડાઉનમાં ATM મશીનમાં પૂર્તા નાણા રાખવા પણ બેંકોને તાકીદ કરી છે, જેથી રૂપિયા ઉપાડવા લોકોની ભીડ ઓછી થાય અને સોશિયલ ડિસ્ટન્સ પણ જળવાઈ રહે. જોકે અરવલ્લીના ભિલોડા તાલુકાના ખરાડી ગામે આવેલા બેન્ક ઓફ બરોડાનું ATM બંધ પડ્યું છે . ગામના લોકો પાસે ATM કાર્ડ હોવા છતાં તેનો ઉપયોગ કરી શકતા નથી.

ભિલોડાના ખેરાડી ગામે એક વર્ષથી ATM મશીન બંધ હોવાથી લોકોને હાલાકી
ભિલોડાના ખેરાડી ગામે એક વર્ષથી ATM મશીન બંધ હોવાથી લોકોને હાલાકી

By

Published : May 17, 2020, 7:39 PM IST

અરવલ્લી : ભિલોડા તાલુકાનો ખરાડી ગામ તે આસપાસ 10 ગામડાઓ માટે નાની મોટી ખરીદીનું મુખ્ય સ્થાન છે. આ વિસ્તારના મોટાભાગના લોકોના ખાતા ખરાડી ગામમાં આવેલી બેન્ક ઓફ બરોડા શાખામાં છે.

જનધન યોજના અને અન્ય સરકારની રોકડ સહાય પણ બેન્ક ઓફ બરોડામાં જમા થાય છે, જેથી બેંક શાખામાં નાણા ઉપાડવા માટે મોટી સંખ્યામાં લોકો અવરજવર કરે છે.

ગામમાં બેન્ક ઓફ બરોડાનું ATM મશીન છેલ્લા એક વર્ષથી લગાવવામાં આવેલું છે, પરંતુ શોભાના ગાંઠીયા બની ગયું છે. જેના કારણે બેંકના ગ્રાહકોને નાણા ઉપાડવા માટે ભિલોડા,શામળાજી અને છેક મોડાસા સુધી લાંબુ થવું પડે છે . જેના કારણે લોકોને આવી પરિસ્થતિમાં મુશકેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

ABOUT THE AUTHOR

...view details