મોડાસા કેળવણી મંડળ સંચાલિત મ.લા.ગાંધી કોલેજ સંકુલમાં રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ દ્વારા નવિન સ્વનિર્ભર કોલેજના દાતા મનુભાઈ શાહના નામે અંગ્રેજી મિડિયમ સ્કૂલમાં અટલ ટીકરીંગ લેબનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ લેબનું રાજ્યના શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ ઉદ્ધાટન કર્યું હતું.
મોડાસામાં મ.લા.ગાંધી કોલેજમાં શિક્ષણપ્રધાને અટલ ટીકરીંગ લેબનું કર્યું ઉદ્ધાટન - ઉત્તર ગુજરાત યુનિવર્સિટી વાઈસ ચાન્સેલર
અરવલ્લી: મોડાસા કેળવણી મંડળ સંચાલિત મ.લા.ગાંધી કોલેજ સંકુલમાં અટલ ટીકરીંગ લેબનો પ્રારંભ રાજ્યના શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમાના હસ્તે કરવામાં આવ્યો હતો.
મોડાસા
નાના બાળકોમાં રહેલ સુષુપ્ત શક્તિને બહાર લાવવા અને વિજ્ઞાન ક્ષેત્રે સારી રીતે અભ્યાસ કરી શકે અને એક સારા વૈજ્ઞાનિક તૈયાર થાય તે માટે રાજ્ય અને કેન્દ્ર સરકારની 12 લાખ રૂપિયાની ગ્રાન્ટમાંથી તૈયાર થયેલ અટલ ટીનકરિંગ લેબ ખુલ્લી મુકવામાં આવી હતી. આ પ્રસંગે ઉત્તર ગુજરાત યુનિવર્સિટી વાઈસ ચાન્સેલર મંડળના પ્રમુખ, હોદ્દેદારો અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.