ગુજરાત

gujarat

ETV Bharat / state

અરવલ્લી: અમલકી એકાદશી નિમિત્તે મેળાનું આયોજન - Aravalli News

અરવલ્લી જિલ્લામાં પરંપરાગત લોકમેળાઓનું વિશેષ મહત્વ રહેલું છે. તહેવારે ભરાતા લોકમેળામાં સ્થાનિક લોકો મોટી સંખ્યામાં ઉમટી લોકમેળાનો લાભ ઉઠાવતા હોય છે. જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં અમલકી એકાદશીથી હોળીના ઢોલ ઢબૂકી ઉઠે છે, ત્યારે મેઘરજના કંટાળું હનુમાન અને માલપુરના ઉભરાણ ખાતે અમલકી એકાદશીએ વર્ષોથી પરંપરાગત ભાતીગળ મેળો યોજાય છે.

arvali
અરવલ્લીમાં પરંપરાગત અમલકી એકાદશીમાં ઢોલ નગારાના નૃત્ય સાથે મેળાનું આયોજન

By

Published : Mar 7, 2020, 11:02 PM IST

અરવલ્લીઃ જિલ્લામાં ભરાયેલા લોકમેળામાં મોટી સંખ્યામાં લોકોએ હનુમાન દાદાના દર્શન કરી મેળામાં મજા લીધી હતી. કેટલાક લોકો ઢોલ-નગારાના તાલે નૃત્ય કરતા કરતા મેળાનો લાભ ઉઠાવ્યો હતો. મેળાની મજા માણવા પહોંચેલા માનવમહેરામણ પણ ઢોલ-નગારાના તાલે ઝુમી ઉઠ્યા હતા. હોળી પર્વની રંગારંગ ઉજવણી કરવા માટે અમલકી એકાદશીના મેળામાં આવેલા લોકો મોટા પ્રમાણમાં વિવિધ ચીજવસ્તુઓની ખરીદી કરતા કરે છે.

અરવલ્લીમાં પરંપરાગત અમલકી એકાદશીમાં ઢોલ નગારાના નૃત્ય સાથે મેળાનું આયોજન

ABOUT THE AUTHOR

...view details