ગુજરાત

gujarat

ETV Bharat / state

અરવલ્લીમાં મહિલાઓએ CAA-NRCના વિરોધમાં ધરણા યોજ્યા - પ્રતીક ધરણા યોજ્યા

CAAના સમર્થનમાં દેશભરમાં રેલી યોજાઇ રહી છે, ત્યારે જિલ્લાના મોડાસામાં CAA અને NRCના વિરોધમાં પ્રથમ વખત મહિલાઓએ પ્રતિક ધરણા યોજ્યા હતા .ગોષીયા મેદાનમાં યોજાયેલા ધરણામાં મહિલાઓએ એકઠા થઇ CAAનો વિરોધ કર્યો હતો. મહિલાઓએ CAAના વિરોધમાં સૂત્રોચ્ચાર પણ કર્યા હતા.

અરવલ્લીમાં મહિલાઓ CAAના વિરોધમાં પ્રતીક ધરણા યોજ્યા
અરવલ્લીમાં મહિલાઓ CAAના વિરોધમાં પ્રતીક ધરણા યોજ્યા

By

Published : Feb 4, 2020, 7:11 PM IST

મોડાસાઃ CAAના વિરોધમાં મોટી સંખ્યામાં એકઠી થયેલ મહિલાઓએ જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકાર CAA કાયદામાં બદલાવ કરી તમામ ધર્મના લોકોના સમાવેશ કરે. કેમ કે, ફક્ત મુસ્લિમ ધર્મને બકાત રાખી દેશના એક મોટા સમુદાય સાથે સરકાર અન્યાય કરી રહી છે .

અરવલ્લીમાં મહિલાઓ CAAના વિરોધમાં પ્રતીક ધરણા યોજ્યા
ઉલ્લેખનીય છે કે, અરવલ્લી મુસ્લિમ કોર્ડીંનેશન કમિટી CAA અને NRC વિરોધમાં તબક્કાવાર શાંતિપૂર્ણ કાર્યક્રમ આપી રહી જેનો લોકોમાં સારો પ્રતિસાદ મળી રહ્યો છે.

ABOUT THE AUTHOR

...view details