ગુજરાત

gujarat

ETV Bharat / state

ભિલોડામાં ધોળા દિવસે લબરમુછિયાએ બે મકાનમાં હાથ સાફ કર્યો - અરવલ્લી ન્યૂઝ

અરવલ્લીઃ સમગ્ર રાજ્યમાં ગુનાખોરી વધી રહી છે, ત્યારે જિલ્લાના ભિલોડા નગરમાં એક લબરમૂછિયા તસ્કરે ઉમિયા નગર અને માણેકબા સોસાયટીમાં બિંદાસ હાથ સાફ કર્યા હતાં. આ સોસાયટીમાં તસ્કરો બેફામ બન્યા છે અને તેણે 25 હજારથી પણ વધુના મુદ્દામાલની ચોરી કરી પલાયન થતાં નગરજનોમાં રોષ ફાટી નીકળ્યો હતો.

ભિલોડામાં ધોળા દિવસે લબરમુછિયાએ બે મકાનમાં હાથ સાફ કરી ફરાર

By

Published : Nov 13, 2019, 7:52 PM IST

ભિલોડાની બે રહેણાંક સોસાયટીમાં 20થી 22 ઉંમરનો તસ્કર બિંદાસ ત્રાટકી બે ખુલ્લા મકાનને નિશાન બનાવ્યા હતાં. જેમાં તેણે ત્રણ મોબાઇલ, એક ટેબ્લેટ અને 25 હજાર રોકડની ચોરી કરી ફરાર થયો હતો. આ સમગ્ર ઘટના સોસાયટીમાં લાગેલા કેમેરામાં કેદ થતાં ભિલોડા પોલીસને સોંપવામાં આવ્યા હતાં. ભિલોડા પોલીસે પ્રાથમિક તપાસ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

ભિલોડામાં ધોળા દિવસે લબરમુછિયાએ બે મકાનમાં હાથ સાફ કરી ફરાર

ઉમિયાનગર સોસાયટીમાં ડૉ. બાબુભાઇ પટેલના ઘરનો દરવાજો ખુલ્લો હોવાથી ઘરમાં પ્રવેશી મોબાઇલ અને ટેબ્લેટ કિંમત રુપિયા 5000 ઉઠાવી અન્ય સોસાયટીમાં ખુલ્લા રહેલા મકાનો શોધતા-શોધતા બીજી સોસાયટીમાં પહોંચી યોગેશ પટેલના ઘરેથી રોકડ રુપિયા 25 હજાર તથા મોબાઇલ મળી બંને મકાનમાંથી 35 હજારની ચોરી કરી હતી. અન્ય હર્ષદ સોનીના મકાનમાં ચોરીનો પ્રયાસ નિષ્ફળ જતાં ત્યાંથી ફરાર થઇ ગયા હતાં.

ABOUT THE AUTHOR

...view details