ગુજરાત

gujarat

ETV Bharat / state

Aravalli Rain Update: હવામાન વિભાગની આગાહીના પગલે અરવલ્લીમાં ધોધમાર વરસાદ - ગુજરાત વરસાદ સમાચાર

અરવલ્લી જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસથી વરસાદી માહોલ સર્જાયા બાદ મંગળવારે બપોરે ધોધમાર વરસાદ ખાબક્યો હતો. જિલ્લાના મોટાભાગના વિસ્તારોમાં મેઘ મેહર થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી.

અરવલ્લી
અરવલ્લી

By

Published : Jun 22, 2021, 9:58 PM IST

  • મોડાસામાં છેલ્લા ત્રણ દિવસથી વરસાદી માહોલ
  • ખેતીલાયક વરસાદ પડતાં ખેડૂતોમાં આનંદ છવાયો
  • વરસાદની આગાહીના પગલે મંગળવારે બપોરે મૂશળધાર વરસાદ ખાબક્યો

અરવલ્લી(Rain Update): મોડાસામાં છેલ્લા ત્રણ દિવસથી વરસાદી માહોલ વચ્ચે છૂટો છવાયો વરસાદ પડી રહ્યો હતો. ત્યારે હવામાન વિભાગની અરવલ્લી સહિત સમગ્ર ઉત્તર ગુજરાતમાં આગામી 4 દિવસ સુધી ભારે વરસાદની આગાહીના પગલે મંગળવારે બપોરે મૂશળધાર વરસાદ ખાબક્યો હતો. જિલ્લાના મોડાસા, ધનસુરા અને શામળાજી સહિત અનેક વિસ્તારોમાં નોંધપાત્ર વરસાદ વરસ્યો હતો.

અરવલ્લીમાં ધોધમાર વરસાદ

આ પણ વાંચો: Gujarat Rain Update: 171 તાલુકાઓમાં વરસાદનું આગમન, રાજ્યભરમાં કુલ 5.94 ટકા વરસાદ નોંધાયો

નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા

બે કલાક સતત વરસેલા વરસાદથી મોડાસા નગરના કેટલાક માર્ગો પર પાણી ભરાયા હતા. નગરના ચાર રસ્તા, મેઘરજ રોડ, માલપુર રોડ, સદાકાત સોસાયટી તેમજ અન્ય નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. જિલ્લાના મોડાસા સહિતના વિસ્તારોમાં એક ઇંચ ઉપરાંત વરસાદ નોંધાયો છે. છેલ્લા ત્રણ દિવસથી જિલ્લામાં છૂટા છવાયા વરસાદ સાથે વાદળછાયું વાતાવરણ હોવાથી ઉક્ળાટ હતો. જો કે, વરસાદ થવાથી બફારાથી છૂટકારો મળ્યો હતો.

આ પણ વાંચો: અરવલ્લીમાં અઠવાડીયાના વિરામ બાદ ફરી ધોધમાર વરસાદ

ખેતીલાયક વરસાદ પડતાં ખેડૂતોમાં આનંદ છવાયો

ખેતીલાયક વરસાદ પડતાં ખેડૂતોમાં આનંદ છવાયો છે. અરવલ્લી જિલ્લામાં ખરીફ સીઝનમાં ખેડુતો મુખ્યત્વે કપાસ, મગફળી, તુવેર જેવા પાકોનું વાવેતર કરે છે ત્યારે આ ચોમાસામાં સારા વરસાદની આશાએ ખેડૂતોમાં ખુશીની લહેર પ્રસરી છે.

ABOUT THE AUTHOR

...view details