ગુજરાત

gujarat

ETV Bharat / state

પોલીસ જાપ્તામાંથી ફરાર ખૂંખાર આરોપીને પોલીસે 24 કલાકમાં જ ફરી જેલહવાલે કર્યો - Arvalli Crime News

અરવલ્લી જિલ્લામાં પોલીસ જાપ્તામાંથી ફરાર આરોપી સુકો ડુંડને પોલીસે (Arvalli Police) ઝડપી પાડ્યો છે. 25 પોલીસકર્મીઓએ 3 ટીમ બનાવી સુકાને ફરી જેલ હવાલે (Arvalli Police arrested Absconding accused) કર્યો છે. તે પોલીસ જાપ્તામાંથી ફરાર થતા 4 પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરવામાં (Arvalli Crime News) આવ્યા હતા.

પોલીસ જાપ્તામાંથી ફરાર ખૂંખાર આરોપીને પોલીસે 24 કલાકમાં જ ફરી જેલહવાલે કર્યો
પોલીસ જાપ્તામાંથી ફરાર ખૂંખાર આરોપીને પોલીસે 24 કલાકમાં જ ફરી જેલહવાલે કર્યો

By

Published : Sep 24, 2022, 11:34 AM IST

અરવલ્લીજિલ્લામાં ખૂંખાર આરોપી સુકો ડુંડ પોલીસ જાપ્તામાંથી (Arvalli Police) ફરાર થતાં પોલીસનું નાક કપાઈ ગયું હતું. ત્યારે પોલીસે આ ખૂંખાર આરોપીને પકડવા માટે 25 પોલીસકર્મીઓની 3 ટીમ બનાવી હતી. જોકે, પોલીસે માત્ર 24 કલાકમાં જ (Arvalli Police arrested Absconding accused) આરોપીને ફરી જેલહવાલે (Arvalli Crime News) કર્યો છે.

પ્રેમિકાને મળવું પડી ગયું ભારેમળતી માહિતી અનુસાર, આરોપી સુકો ડુંડ પ્રેમિકાને મળવા ભિલોડાના ડોડીસરા ગામે જવાનો છે તેવી બાતમી પોલીસને (Arvalli Police) મળતા પોલીસે વોચ ગોઠવી હતી. સૂકો આવતા જ પોલિસે તેને ઝડપી પાડ્યો (Arvalli Police arrested Absconding accused) હતો. અચાનક પોલીસનો છાપો પડતા હેબતાઈ ગયેલા સુકાએ બચવા માટે મરણીયા પ્રયાસ કર્યા હતા, પરંતુ પોલીસનો મોટો કાફલો જોઈ આખરે શરણે આવ્યો હતો. છેલ્લા દોઢ વર્ષથી અધીર બનેલો સૂકો પોલીસને ચકમો આપીને ફરાર તો થઈ ગયો પણ પ્રમિકાને મળવા આવતા જ પોલીસના જાળમાં આવી ગયો છે.

4 પોલીસકર્મીઓને કરાયા હતા સસ્પેન્ડ22 સપ્ટેમ્બરે મોડી રાત્રે આરોપી સૂકો ડુંડ પોલીસ (Arvalli Police) જાપ્તામાંથી ફરાર થઇ ગયો હતો, જેને લઇને પોલીસ બેડામાં ખડભડાટ મચી જવા પામી હતી. એટલું જ નહીં સૂકાના ફરાર થઇ જવાથી 4 પોલીસ કર્મચારીઓ પણ સસ્પેન્ડ થઇ ગયા હતા.

ABOUT THE AUTHOR

...view details