ગુજરાત

gujarat

ETV Bharat / state

અરવલ્લી યુવતી અપહરણ કેસઃ 60 કલાક બાદ યુવતિના મૃતદેહનું પોસ્ટમોર્ટમ અમદાવાદમાં થશે - સાયરામાં મળેલ યુવતિના મૃતદેહનું પોસ્ટમોર્ટમ

અરવલ્લી: જિલ્લાના સાયરામાં મળેલા યુવતિના મૃતદેહનું પોસ્ટમોર્ટમ મોડાસા PHC ખાતે થવાનું હતું. જો કે છેલ્લા 60 કલાક કરતા વધુ સમય મૃતદેહ પડી રહેવાના કારણે હવે તેનું પોસ્ટમોર્ટમ બી.જે મેડિકલ અમદાવાદ ખાતે કરવામાં આવશે.

60 કલાક બાદ યુવતિના મૃતદેહનું પોસ્ટમોર્ટમ અમદાવાદમાં થશે
60 કલાક બાદ યુવતિના મૃતદેહનું પોસ્ટમોર્ટમ અમદાવાદમાં થશે

By

Published : Jan 7, 2020, 8:45 PM IST

અત્રે ઉલ્લેખનીય છે કે, સોમવારે સવારે યુવતીનું અપહરણ કરી સામુહિક દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાની વાત વાયુવેગે પ્રસરતા સામાજિક અગ્રણીઓ અને લોકોના ટોળેટોળા ઉમટ્યા હતા. જેમાં 4 ઇસમો સામે અપહરણ, સામુહિક દુષ્કર્મ અને એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવે તેની માગ કરી ગુનો નોંધાય પછી પોસ્ટમોર્ટમ કરવાની માગ પર પરિજનો અડગ રહ્યા હતા.

60 કલાક બાદ યુવતિના મૃતદેહનું પોસ્ટમોર્ટમ અમદાવાદમાં થશે

વાંચો:અરવલ્લીમાં મૃતક યુવતીના પરિવારે ગ્રામીણ પોલીસ સ્ટેશનમાં નાખ્યા ધામા

જેમાં મંગવારે પાંચ વાગ્યે આ સમગ્ર મામલો થાળે પડતા મોડાસા PHC ખાતે પોસ્ટમોર્ટમની પક્રિયા હાથ ધરવા ગયેલ ડૉકટર પેનલે મૃતદેહની હાલત જોઇ કાર્યવાહી કરવાની અસમર્થતા દર્શાવી હતી. જેના કારણે હવે પોસ્ટમોર્ટમ અમદાવાદ ખાતે થશે. મોડાસા રૂરલ પોલીસે સાયરા(અમરાપુર)ની 19 વર્ષીય યુવતિ કારમાં અપહરણ કરનાર બિમલ ભરવાડ, દર્શન ભરવાડ, સતીશ ભરવાડ અને જીગર વિરૂદ્ધ ઇપીકો કલમ-302, 366, 376(ઘ), 506(2) અને એટ્રોસિટી એક્ટ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.

વાંચો:અરવલ્લી અપહરણ અને મોતના મુદ્દે પરિવારજનોએ ચક્કાજામ કર્યો

ABOUT THE AUTHOR

...view details