અરવલ્લી: અરવલ્લી LCB PI આર.કે.પરમાર અને તેમની ટીમને છેલ્લા ચાર વર્ષથી ફરાર અને મોડાસા ભિલોડા અને શામળાજી પોલીસ સ્ટેશનોમાં નોંધાયેલા અલગ અલગ આઠ ઘરફોડ ચોરીના ગુનામાં સંડોવાયેલો કુખ્યાત રાજસ્થાનની કાલબેલીયા ગેંગનો સાગરીત રાહુલનાથ રમેશભાઈ જોગી ટીંટોઇ ઓવરબ્રિજ પરથી પસાર થવાનો છે તેવી બાતમી મળી હતી.
અરવલ્લી LCBએ ઘરફોડ ચોરી માટે કુખ્યાત કાલબેલિયા ગેંગના આરોપીની કરી અટકાયત - Arvalli district LCB police
અરવલ્લી જિલ્લા LCB પોલીસે ટીંટોઈ ગામના ઓવરબ્રીજ પાસેથી પસાર થતા કુખ્યાત કાલબેલીયા ગેંગના ચોર રાહુલનાથ રમેશભાઈ જોગીને બાતમીના આધારે વોચ ગોઠવી ઝડપી લીધો હતો .
અરવલ્લી જિલ્લા LCB ઘરફોડ ચોરી માટે કુખ્યાત કાલબેલિયા ગેંગનો આરોપી ઝડપાયો
સોમવારે LCB પોલીસે વિવિધ ટીમ બનાવી ટીંટોઈ નજીક વોચમાં ગોઠવી હતી. થોડા સમય બાદ રાહુલનાથ ટીંટોઈ ઓવરબ્રીજ પાસેથી પસાર થતા LCB પોલીસે ઓવરબ્રીજ આજુબાજુનો વિસ્તાર કોર્ડન કરીને તેને ઝડપી પાડ્યો હતો.
નોંધનીય છે સમગ્ર ઉત્તર ગુજરાતમાં રાજસ્થાનની કાલબેલીયા ગેંગ ઘરફોડ ચોરી અને તસ્કરીના ગુનાઓમાં મોટા પ્રમાણમાં સંડોવાયેલી છે.