અરવલ્લી ડેમમાં પાણીમાં થયો નોંધપાત્ર વધારો - ડેમ
મોડાસાઃ ઉનાળાની સીઝનમાં અરવલ્લી જિલ્લાના તમામ જળાશયો તળિયાઝાટક હતાં. પરંતુ, મેઘરાજાની બીજી ઇનિંગમાં સારી મેઘ મહેર થતા જિલ્લાના તમામ જળાશયોમાં પાણીનો જથ્થો બમણો થયો છે.

અરવલ્લી ડેમમાં પાણીમાં થયો નોંધપાત્ર વધારો
અરવલ્લી જિલ્લાના મુખ્ય ત્રણ જળાશયો માઝૂમ, મેશ્વો અને વાત્રક જળાશયમાં પાણીની સારી એવી આવક નોંધાઇ છે. ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને કારણે અરવલ્લી જિલ્લાના માઝૂમમાં પાણીના જથ્થાની વાત કરીએ તો પાણીની સપાટી 154. 48 મીટર છે. તો મેશ્વોમાં 212.29 છે. જ્યારે, વાત્રક જળાશયમાં પાણીની સપાટી 128.88 છે એટલે કે ઉનાળામાં તમામ જળાશયો તળિયાઝાટક થયા હતા. ત્યાં, હવે પાણી બમણું થયું છે.
અરવલ્લી ડેમમાં પાણીમાં થયો નોંધપાત્ર વધારો