સરડોઈ નજીક ડુંગર પર આવેલા ચામુંડા માતાજીના મંદિર નજીક જંગલમાં શનિવારે સવારે અગમ્ય કારણોસર આગ લાગતા આગ દોઢથી ૨ કિલોમીટર વિસ્તારમાં પ્રસરતા ભારે ચકચાર મચી હતી. જંગલમાં લાગેલા દાવાનળથી અસંખ્ય પક્ષીઓ અને પ્રાણીઓ સહિત મોટાભાગની વનરાજી બળીને ખાખ થઈ ગઈ હતી. આ આગથી વન્યપ્રેમીઓ અને જીવદયા પ્રેમીઓમાં ભારે નિરાશા સાંપડી હતી.
અરવલ્લી ગીરીમાળામાં દાવાનળ, વન્ય પ્રાણી-પંખી વનરાજી સ્વાહા...
મોડાસાઃ અરવલ્લી જિલ્લાની ગીરીમાળાઓમાં અગમ્ય કારણોસર આગ લાગવાની ઘટનાઓ બનતી રહે છે, ત્યારે મોડાસા તાલુકાના સરડોઇ નજીક ડુંગર પર આવેલા ચામુંડા માતાજીના મંદિર નજીક જંગલમાં એકાએક આગના લબકારા દેખાય બાદ ભીષણ આગ ફાટી નીકળી હતી. જેથી ગામલોકોમાં ફફડાટ ફેલાયો હતો. લાગેલી આગ ગ્રામજનો અને વનવિભાગના કર્મચારીઓ દ્વારા ફાયરપટ્ટા દ્વારા આગ પર કાબૂ મેળવવા પ્રયત્નો હાથ ધર્યા હતા.
દાવાનળ
આ આગ લાગવાની ઘટનાની જાણ થતા દોડી આવેલા વનવિભાગના કર્મચારીઓએ ગ્રામજનોની મદદથી સાંજે ૪ વાગ્યાના સુમારે ફાયરપટ્ટાની મદદથી આગ પર કાબુ મેળવવામાં આંશિક સફળતા મળી હતી. આગનું ભયાનક સ્વરૂપ નિહાળી સરડોઇ ગ્રામજનો સહિત ડુંગરની તળેટીમાં આવેલા ગ્રામ્ય વિસ્તારના પ્રજાજનોમાં ભારે ફફડાટ જોવા મળ્યો હતો.