અરવલ્લી જિલ્લાના સેવા સદન પરિસરમાં આવેલ મામલતદાર કચેરી ખાતે દિવસભર હજારો લોકો પોતાના કામકાજ અર્થ આવે છે. કેટલાક અરજદારોને હાલાકીઓ પડતી હોય છે. જો કે, અત્રેના હાજર અધિકારી આ સમસ્યાઓ પર ધ્યાન આપતા નથી. ત્યારે જનતાની હાલાકીઓને સમજવા માટે અરવલ્લી જિલ્લા કલેક્ટર અમૃતેશ અમૃતેશ ઔરંગાબાદકરે મોડાસાના મામલતદાર કચેરીના જનસેવા કેન્દ્ર ખાતે ઓચિંતી મુલાકાત કરી હતી.
મેહસૂલ કર્મચારીઓની હડતાળ: અરવલ્લી જિલ્લા કલેકટરે મામલતદાર કચેરીની લીધી ઓચિંતી મુલાકાત - Arvalli District Collector
અરવલ્લી: મહેસૂલ વિભાગના કર્મચારીઓ છેલ્લા ચાર દિવસથી પડતર પ્રશ્નોને લઇને અચોક્ક્સ મુદ્દતની હડતાળ પર છે. સામાન્ય પ્રજાના રોજબરોજના કામકાજ પર અસર પડી છે. આ વચ્ચે અરવલ્લી જિલ્લા કલેક્ટરે જનસેવા કેન્દ્રની ઓચિંતી મુલાકાત લીધી હતી. ઉપસ્થિત અરજદારો પાસેથી તેમની સમસ્યા જાણી તેના સમાધાન માટે અધિકારીઓને સૂચન કર્યું હતું.
કલેક્ટરે જનસેવા કેન્દ્ર પહોંચ્યા બાદ કેટલાક અરજદારો સાથે પણ વાતચીત કરી હતી. જ્યાં અરજદારોએ પોતાને પડતી હાલાકીઓ કલેક્ટરને જણાવી હતી. જેમાં એક મહિલાને આધારકાર્ડ કઢાવવા તેમજ તેમાં અપડેટ માટે કેટલીક સમસ્યાઓ હતી. તેનો તાત્કાલિક નિકાલ લાવવા માટે જિલ્લા કલેક્ટરે અધિકારીઓનું ધ્યાન દોર્યું હતું. હાલ મહેસૂલ વિભાગના કર્મચારીઓ હડતાળ પર ઉતર્યા છે. ત્યારે આ વચ્ચે કલેક્ટરની આ મુલાકાતથી અરજદારોને થોડી રાહત થઇ હતી. આ ઉપરાંત જિલ્લા સેવા સદન ખાતે મોડર્ન જનસેવા કેન્દ્ર શરૂ થવા જઇ રહ્યું છે. જેની પણ કલેક્ટરે મુલાકાત લીધી હતી.