અરવલ્લી જિલ્લાના વહીવટી વડા તેમજ પોલીસ અધિક્ષકે કોરોના પ્રિવેન્ટીવ ઉકાળાનું સેવન કર્યું - arvalli collector
કોરોનાના કહેર વચ્ચે અરવલ્લી જિલ્લા આરોગ્ય શાખાની આયુર્વેદ શાખા દ્વારા ઠેર ઠેર ઉકાળાનું વિતરણ કરવામાં આવી રહ્યું છે, ત્યારે કલેક્ટર કચેરી ખાતે આવતા અરજદારોને ઉકાળાનું વિતરણ કરાયું હતું. આ સાથે જ જિલ્લાના વહીવટી વડા તેમજ પોલીસ અધિક્ષકે પણ કોરોના પ્રિવેન્ટીવ ઉકાળાનું સેવન કર્યુ હતું.
અરવલ્લીઃ જિલ્લામાં આરોગ્ય વિભાગ કોરોનાના કહેર વચ્ચે સાબદૂ બન્યું છે અને ઠેર-ઠેર લોકો સુધી કોરોના વાઇરસને લઇને લોક જાગૃતિના સંદેશાઓ તેમજ જાણકારી પહોંચાડી રહ્યું છે. જિલ્લા આયુર્વેદ શાખા દ્વારા જિલ્લાની કલેક્ટર કચેરી, જિલ્લા પંચાયત તેમજ જિલ્લા પોલિસ વડા કચેરી ખાતે ઉકાળાનું વિતરણ કરવામાં આવ્યું હતું. જેથી જિલ્લા કલેક્ટર અમૃતેશ ઔરંગાબાદકર, જિલ્લા વિકાસ અધિકારી અનિલ ધામેલિયા તેમજ જિલ્લા પોલિસ વડા મયૂર પાટીલ સહિત ત્રણેય કચેરીના તમામ કર્મચારીઓએ ઉકાળાનુ સેવન કર્યુ હતું. જિલ્લાની આ ત્રણેય કચેરીમાં મોટી સંખ્યામાં અરજદારો આવતા હોય છે. જેથી આયુર્વેદ શાખા દ્વારા ઉકાળાનું વિતરણ કરાયું હતું.