- અરવલ્લી જિલ્લામાં AIMIM પાર્ટીનું આગમન
- મોડાસામાં એક બેઠકનું આયોજન કરી નગરપાલિકાની ચૂંટણીમાં ઉમેદવારો ઉતારવાની કરી જાહેરાત
- 5 અપક્ષ કૉર્પોરેટરો સહિત કોંગ્રેસના 50 કાર્યકરો AIMIM માં જોડાયા
અરવલ્લીઃ જિલ્લામાં અસદુદ્દીન ઓવૈસીની AIMIM પાર્ટીની એન્ટ્રી થઈ ચૂકી છે. જિલ્લાના મોડાસામાં એક બેઠકનું આયોજન કરી પક્ષના પ્રદેશ મહામંત્રી હમીદ ભટ્ટીએ મોડાસા નગરપાલિકાની ચૂટણીમાં ઉમેદવારો ઉતારવાની જાહેરાત કરી છે. મખદુમ હાઈસ્કૂલના હોલ ખાતે આયોજિત આ બેઠકમાં 5 અપક્ષ કૉર્પોરેટરો સહિત કોંગ્રેસના 50 કાર્યકરો AIMIM માં જોડાયા હતા. જોકે, પ્રદેશ મહામંત્રી દાવો કર્યો હતો કે, હજુ પણ કોંગ્રેસના 400 થી 450 જેટલા કાર્યકર્તાઓ તેમની પાર્ટી સાથે જોડાશે.
અરવલ્લીમાં અસદુદ્દીન ઓવેસીની AIMIM પાર્ટીનું આગમન AIMIMના અગામનથી ભાજપ અને કોંગ્રેસને શું નુકસાન થશે ?
અરવલ્લીના મોડાસાની પાલિકાની ચૂંટણીમાં AIMIM પાર્ટીનું આગમન થવાથી સૌથી વધુ નુકશાન કોંગ્રેસને થશે તેવુ અનુમાન લગાવામાં આવી રહ્યુ છે. આવાનારા દિવસો માં કોંગ્રેસથી નારાજ કાર્યકરો હજુ મોટી સંખ્યામાં જોડાશે તેવુ લાગી રહ્યુ છે. તો બીજીબાજુ ભાજપ સમર્પિત 4 અપક્ષ કોર્પોરેટરો પણ AIMIM જોડાતા ભાજપ માટે પણ આ વખતે કાંટે કી ટક્કર જેવુ ચીત્ર સર્જાયુ છે. નોંધનીય છે કે, 36 બેઠકો વાળી મોડાસા નગરપાલિકામાં છેલ્લા બે ટર્મથી ભાજપ 4 અપક્ષ કોર્પોરેટરોના ટેકાથી સત્તા પર છે.
અરવલ્લીમાં અસદુદ્દીન ઓવેસીની AIMIM પાર્ટીનું આગમન AIMIM ના પુર્વે કોર્પોરેટર સહિત કાર્યકરતાઓ ઉપસ્થિત રહ્યાં
આ પ્રસંગે અરવલ્લી AIMIM ના પુર્વે કોર્પોરેટર રફીક શેખ, ગુલામ એહમદ ખેરાડા, મોંહમદભાઇ ભુરા, હારીથ ખાનજી તેમજ અન્ય કાર્યકરતાઓ ઉપસ્થિત રહ્યાં હતા.
અરવલ્લીમાં અસદુદ્દીન ઓવેસીની AIMIM પાર્ટીનું આગમન