ગુજરાત

gujarat

ETV Bharat / state

ભિલોડાના આર્મી જવાનનું ફરજ દરમિયાન મગજની નસ ફાટી જતા મોત, અશ્રુભીની આંખે અંતિમ વિદાય અપાઇ - Armyman Death

અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકાના ઝૂમસર ગામના આર્મી જવાન ફરજ દરમ્યાન શહીદ થવાથી ગામમાં શોકની લાગણી ફેલાઈ હતી. જવાનનું મોત મગજની નસ ફાટી જવાથી થયુ હતું. મહારાષ્ટ્રના પુના ખાતે સારવાર દરમિયાન જવાનનું મોત થયું હતું. મંગળવારે જવાનનો નશ્વરદેહ વતનમાં લાવવામાં આવ્યો હતો અને ગાર્ડ ઓફ ઓનર સાથે અંતિમ વિદાય આપવામાં આવી હતી.

Armymna
Armyman

By

Published : Dec 23, 2020, 1:23 PM IST

  • ભિલોડાના આર્મી જવાનનું ફરજ દરમિયાન મોત
  • મગજની નસ ફાટી જતા પુનામાં સારનાર દરમિયાન મોત
  • મૃતદેહને વતન લાવી અશ્રુભીની આંખે અંતિમ વિદાય અપાઇ

    ભિલોડાઃ અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકાના ઝૂમસર ગામના આર્મી જવાન ફરજ દરમ્યાન શહીદ થવાથી ગામમાં શોકની લાગણી ફેલાઈ હતી. જવાનનું મોત મગજની નસ ફાટી જવાથી થયુ હતું. મહારાષ્ટ્રના પુના ખાતે સારવાર દરમિયાન જવાનનું મોત થયું હતું. મંગળવારે જવાનનો નશ્વરદેહ વતનમાં લાવવામાં આવ્યો હતો અને ગાર્ડ ઓફ ઓનર સાથે અંતિમ વિદાય આપવામાં આવી હતી.


    બ્રેઈન હેમરેજ થતા મગજની નસ ફાટી જતા મોત

    અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકાના ઝૂમસર ગામના કેવલ બેચરભાઈ પટેલનું ફરજ દરમ્યાન મોત થતાં સમગ્ર પંથકમાં ગમગીની છવાઇ હતી. જવાન 17 વર્ષથી દેશની જુદી જુદી સરહદો પર અને સ્થળોએ ફરજ બજાવી છે. તાજેતરમાં તેઓ અમદાવાદ આર્મીમાં ફરજ બજાવી રહ્યા હતા અને ફરજના ભાગરૂપે મહારાષ્ટ્રના પુના ગયા હતા. આ સમયે તેમનું બ્રેઈન હેમરેજ થતા મગજની નસ ફાટી ગઇ હતી. જેથી સારવાર દરમિયાન શહીદ થયા હતા. મંગળવારે સવારે જવાનનો નશ્વરદેહ વતન ઝૂમસર ખાતે લાવવામાં આવ્યો હતો.
    ભિલોડાના આર્મી જવાનનું ફરજ દરમિયાન મગજની નસ ફાટી જતા મોત


    મૃતદેહને વતન લાવી કરાઈ અંતિમવિધિ

આર્મીના અધિકારીઓની ઉપસ્થિતિમાં જવાનની અંતિમક્રિયા ગાર્ડ ઓડ ઓનર સાથે કરવામાં આવી હતી. આ સમયે સમાજના અગ્રણીઓ, રાજકીય અગ્રણીઓ સહીત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. અતિંમક્રિયા વખતે શહીદો અમર રહો, જય જવાન અને ભારતમાતા કી જય ના નારોથી આકાશ ગૂંજી ઉઠ્યુ હતું. શહીદ જવાનના પરિવારમાં હાલ 7 વર્ષીય પુત્રી અને ત્રણ વર્ષીય પુત્ર અને તેમની પત્ની છે.

અશ્રુભીની આંખે અંતિમ વિદાય અપાઇ

ABOUT THE AUTHOR

...view details