અરવલ્લીઃ કોરોનાના સંક્રમણનું સૌથી વધુ જોખમ સર્ગભાઓ,ધાત્રી માતાઓ અને નાના બાળકો પર હોય છે, ત્યારે કોરોનાની આવી કપરી પરિસ્થિતિમાં જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા રસીકરણ કરી તેમના આરોગ્યની ખાસ દરકાર રાખવામાં આવી રહી છે. જિલ્લામાં અત્યાર સુધી નોંધાયેલી 2691 સર્ગભાઓ પૈકી 2554 સગર્ભા બહેનોને ટી-ટીના બુસ્ટર ડોઝ, 2462 બહેનોને પ્રથમ એન્ટીનેટલ સેવા, 2207 બહેનોને દ્વિતીય એન્ટીનેટલ સેવા તેમજ 1311 બહેનોને તૃતીય એન્ટીનેટલ સેવાઓ આપવમામાં આવી છે.
અરવલ્લીની 2,500થી વધુ સર્ગભાઓની સંભાળ લેતુ આરોગ્ય તંત્ર - 700થી વધુ આંગણવાડી કેન્દ્રો કાર્યરત
કોરોનાના સંક્રમણનું સૌથી વધુ જોખમ સર્ગભાઓ,ધાત્રી માતાઓ અને નાના બાળકો પર હોય છે, ત્યારે કોરોનાની આવી કપરી પરિસ્થિતિમાં જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા રસીકરણ કરી તેમના આરોગ્યની ખાસ દરકાર રાખવામાં આવી રહી છે. જિલ્લામાં અત્યાર સુધી નોંધાયેલી 2691 સર્ગભાઓ પૈકી 2554 સગર્ભા બહેનોને ટી-ટીના બુસ્ટર ડોઝ, 2462 બહેનોને પ્રથમ એન્ટીનેટલ સેવા, 2207 બહેનોને દ્વિતીય એન્ટીનેટલ સેવા તેમજ 1311 બહેનોને તૃતીય એન્ટીનેટલ સેવાઓ આપવમામાં આવી છે.
અરવલ્લીની 2,500થી વધુ સર્ગભાઓની સંભાળ લેતુ આરોગ્ય તંત્ર
અરવલ્લી જિલ્લામાં 700થી વધુ આંગણવાડી કેન્દ્ર કાર્યરત છે, જેમાં દર બુધવારે મમતા દિવસ નિમિત્તે ગામની સર્ગભા, ધાત્રીમાતા, નાના બાળકોને રસીકરણ તેમજ કિશોરીઓને ટેબલેટ વિતરણ અને આરોગ્ય વિષયની જાણકારી આપવામાં આવે છે. પરંતુ છેલ્લા કેટલાક સમયથી અરવલ્લીમાં કોરોનો વ્યાપ ગ્રામ્ય વિસ્તારમાં વધતા આંગણવાડી કેન્દ્રની કાર્યકર અને તેડાગર બહેનો સર્ગભાઓ કોરોનાથી સંક્રમિતન થાય તે રીતે રસીકરણનું ખાસ આયોજન હાથ ધર્યુ છે.