ગુજરાત

gujarat

ETV Bharat / state

અરવલ્લીના પીઢ કોંગ્રેસી નેતા ભાજપમાં જોડાયા - ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘણી

અરવલ્લી: લોકસભામાં કારમી હાર બાદ કોંગ્રેસના ડુબતા જહાજ માંથી એક પછી એક નેતાઓ કુદી રહ્યા છે. જેમાં અરવલ્લી કોંગ્રેસમાંથી એક વધુ નેતાએ કેસરીયો ધારણ કરતા પડતા પર પાટુ જેવો ઘાટ થયો છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા હીરાભાઈ પટેલ ભાજપમાં જોડાતા કોંગ્રેસને વધુ એક ફટકો પડ્યો છે.

Congress leader join BJP

By

Published : Aug 22, 2019, 4:27 AM IST

હીરાભાઈ પટેલને ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘણીએ ગાંધીનગર ખાતે કેસરિયો ખેશ પહેરાવી આવકાર્યા હતા. હીરાભાઈ પટેલ બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના મેમ્બર છે. નોંધનીય છે કે, 2012માં મોડાસા વિધાનસભા બેઠક પર કોંગ્રેસે હીરાભાઈને મેન્ડેડ આપી પરત ખેંચ્યુ હતું અને હાલના ધારાસભ્ય રાજેંદ્રસિંહ ઠાકોરને ટીકીટ આપી હતી.

ABOUT THE AUTHOR

...view details