ગુજરાત

gujarat

By

Published : Feb 15, 2021, 10:47 AM IST

ETV Bharat / state

અરવલ્લી પોલીસે જામનગરથી સગીરાનું અપહરણ કરનારની ધરપકડ કરી

અરવલ્લી જિલ્લાના ડેમાઇથી 6 વર્ષ અગાઉ બાયડ નજીક આવેલા ડેમાઈ ગામનો યુવક સગીરાનું અપહરણ કરી ફરાર થઇ ગયો હતો. આ અંગે બાયડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી. જો કે છેલ્લા 6 વર્ષથી આરોપી પોલીસની પકડથી દુર હતો. આ આરોપીની જિલ્લા એસ.ઓ.જી પોલીસે જામનગરના ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાંથી ધરપકડ કરી છે.

સંજય પટેલની ધરપકડ
સંજય પટેલની ધરપકડ

  • 6 વર્ષ અગાઉ ફરાર થયેલા આરોપીની ધરપકડ કરાઈ
  • બાતમીદારોનું નેટવર્ક કર્યું તેજ
  • આરોપીની ઇન્ડસ્ટ્રીયલ એરિયામાંથી કરી ધરપકડ

અરવલ્લી: જિલ્લાના ડેમાઇથી 6 વર્ષ અગાઉ સગીરાનું અપહરણ કરી સંજય ઉર્ફે-કાળીયો પટેલ ભાગી ગયો હતો, જે છેલ્લા 6 વર્ષથી પોલીસની પકડથી દુર હતો. આ અંગે જિલ્લા એસ.ઓ.જી એ રાજ્યના વિવિધ પોલીસ સ્ટેશનોમાં જાણ કરી હતી તેમજ બાતમીદારોનું નેટવર્ક પણ તેજ કર્યુ હતું. જેના પગલે પોલીસને બાતમી મળી હતી કે, આરોપી સંજય જામનગરના ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં રહે છે. બાતમીદારોના આધારે જિલ્લા એસ.ઓ.જી પોલીસે દરેડ ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં રેડ કરી સંજય પટેલની ધરપકડ કરી હતી.

ભોગ બનનાર સગીરા દોઢ વર્ષના પુત્ર સાથે મળી આવી

ભોગ બનનાર સગીરા તેના દોઢ વર્ષના પુત્ર સાથે મળી આવી હતી. જે બાદ પોલીસે આગળની કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી. જિલ્લા એસ.ઓ.જી એ વધુ તાપસ માટે આરોપી સંજયનો કબ્જો બાયડ પોલીસને સોંપ્યો હતો. આ સાથે જ 6 વર્ષ અગાઉ બાયડ પોલીસ સ્ટેશને નોંધાયેલા સગીરાના અપહરણના ગંભીર ગુન્હોનો ભેદ ઉકેલાઇ ગયો હતો.

ABOUT THE AUTHOR

...view details