અરવલ્લીઃ સંભવિત નિસર્ગ વાવાઝોડાની આગાહીના પગલે રાજ્ય ભરમાં 6 જૂન સુધી ટેકાના ભાવે ઘઉંની ખરીદી મુલતવી રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. એકબાજુ ચોમાસુ દસ્તક દઈ રહ્યું છે, બીજી બાજુ ટેકાના ભાવે ખેત પેદાશોની ખરીદી મુલતવી રાખવાના નિર્ણય કરવામાં આવતા ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થયો છે.
નિસર્ગની અરવલ્લી પર અસરઃ ટેકાના ભાવે ઘઉંની ખરીદી 6 જૂન સુધી મુલતવી - નિસર્ગ
અરવલ્લી જિલ્લાના 7 કેન્દ્રો પર ઘઉં અને ચણાની ટેકાના ભાવે ખરીદી બંધ રાખવામાં આવી છે. રાજ્ય સરકારની સૂચના મળ્યા બાદ ખરીદ કેન્દ્રો પર ફરીથી ખરીદી શરૂ કરવામાં આવશે. આ બાબતે ટેકાના ભાવે ખરીદ કેન્દ્ર પર ફરજ બજાવતા કર્મચારી આ બાબતે માહિતી આપી હતી.
અરવલ્લી જિલ્લાના મોડાસામાં સરકાર દ્વારા ટેકા ભાવે ઘઉંની ખરીદી પાંચમી વખત બંધ કરવામાં આવી છે. ઘઉંની ખરીદી 20 માર્ચના રોજ શરૂ કરવામાં આવી હતી. જો કે, 24 માર્ચે લોકડાઉન જાહેર થતા ખરીદી બંધ કરવામાં આવી હતી. ત્યાર બાદ ઘઉંની ખરીદી 27 એપ્રિલે પુન:શરૂ કરવામાં આવી હતી. પરંતુ 7 મેના રોજ ગોડાઉનવાળા વિસ્તારમાં કોરોનાનો કેસ આવતા આવતા 14 દિવસ સુધી મુલતવી રાખવાનો આદેશ કરવામાં આવ્યો હતો. જે બાદ 20 મેના રોજ ફરીથી ખરીદી શરૂ કરવામાં આવી હતી. જે હવે નિર્સગ વાવાઝોડાની આશંકાને કારણે બંધ કરવામાં આવી છે.