અરવલ્લી જિલ્લામાં ગત મે માસમાં RTO દ્વારા 1100 જેટલા ઓવરલોડિંગ વાહનો તેમજ ટેક્સ ચોરી કરતા વાહનો ઝડપી પાડી રૂપિયા 39 લાખ 8 હજાર વસુલાત કરી છે. જ્યારે શૈક્ષણિક સત્રની શરૂ થતાની સાથે જ છેલ્લા બે દિવસમાં 37 જેટલા સ્કૂલ વાહન ડીટેઇન કરીને મેમો ફટકાર્યા છે.
અરવલ્લી RTO અને ટ્રાફિક પોલીસે સ્કૂલ વાહનોનું ચેકિંગ હાથ ધર્યું - RTO and traffic police
અરવલ્લીઃ જિલ્લાના મોડાસા અંબાજીંમા થયેલ અકસ્માતના પગલે RTO વિભાગ દ્રારા છેલ્લા 2 દિવસથી સઘન વાહન ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. અરવલ્લી જિલ્લાના તમામ તાલુકાઓમાં ઓવરલોડિંગ વાહનો તેમજ પાસિંગ કરતાં વધારે બાળકો લઈ જતા સ્કૂલ વાહનો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.
અરવલ્લી RTO અને ટ્રાફિક પોલીસે સ્કૂલ વાહનોનું ચેકિંગ હાથ ધર્યું
આ ઉપરાંત સ્કૂલ સંચાલકો તેમજ જિલ્લા શિક્ષણ અધિકારીને પણ પત્ર પાઠવીને આ અંગે યોગ્ય પગલાં લેવા જાણ કરવામાં આવી છે. RTO કચેરી દ્રારા જણાવવામાં આવ્યું છે, કે જ્યાં સુધી સ્કૂલ વાહનોમાં પાસિંગ કરતાં વધારે બાળકો બેસાડવામાં આવશે ત્યાં સુધી સઘન તપાસ ચાલુ રહેશે.