અરવલ્લી: 11 એપ્રિલે બાયડના સૈયદવાડા વિસ્તારમાં કેટલાક યુવાનો ટોળેવળી બેઠા હોવાથી હોવાથી તે લોકો વિરુદ્ધ પોલીસ લોકડાઉનની અમલવારી અને કલેક્ટરના જાહેરનામાના ભંગ અંગેની કાર્યવાહી કરી રહી હતી.
અરવલ્લીમાં પોલીસ સાથે ઘર્ષણ કરનાર 11 વિરૂદ્વ "પાસા" હેઠળ કાર્યવાહી - corona virus in gujarat
અરવલ્લીના બાયડમાં લોકડાઉનનો અમલવારી માટે પેટ્રોલિંગની કામગીરી કરતી પોલીસ વચ્ચે દખલ કરી ઘર્ષણ ઉભુ કરનારા સૈયદવાડાના 11 લાકોની ધરપકડ કરવામાં આવી હતી. જેમની સામે પોલીસે પાસાની કલમ લગાવી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.
![અરવલ્લીમાં પોલીસ સાથે ઘર્ષણ કરનાર 11 વિરૂદ્વ "પાસા" હેઠળ કાર્યવાહી](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6899817-579-6899817-1587567635138.jpg)
તે દરમિયાન સ્થાનિક લોકો દોડી આવ્યા હતા અને પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરતા પોલીસ અને સ્થાનિકો વચ્ચે ઘર્ષણ થયું હતું. જેમાં પોલીસે 11થી વધુ યુવકોની અટકાયત કરી તેમની વિરૂદ્વ પાસાની કલમ લગાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.