- ત્રણ શખ્સોને માર મારી હત્યા કરી
- બાઇક અકસ્માત ને લઇ થયો હતો ઝઘડો
- પોલીસે બે આરોપીને ઝડપ્યા
અરવલ્લીઃ શામળાજીના વેણપુર નજીક બનેલી યુવકની હત્યાની ઘટનાનો ભેદ ઉકેલવામાં અરવલ્લી પોલીસને સફળતા મળી છે. ગત્ત શનિવારે શામળાજી નજીક અજણાવ્યા ઇસમોએ રાજસ્થાનના યુવકને માર મારી હત્યા કરી હતી. જિલ્લા LCB પોલીસે ગણતરીના દિવસોમાં જ બે આરોપીઓને ઝડપી પાડ્યા હતા.
યુવકની હત્યાની ઘટનાનો ભેદ ઉકેલવામાં અરવલ્લી પોલીસને મળી સફળતા લક્ષ્મણ ગામેતી બાઈક લઈ જઈ રહ્યો હતો. ત્યારે વેણપુર ગામ નજીક તેની બાઈક સાથે અન્ય બાઈક અથડાતા સામાન્ય બોલાચાલી બાદ ઝગડાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યુ હતું. લક્ષ્મણ ગામેતી ત્રણ ઇસમોએ માર મારી ફરાર થયા હતા. લક્ષ્મણને પેટના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર મળે તે પહેલા મોત નિપજ્યુ હતું. પોલીસે અજાણ્યા શખ્સો વિરૂદ્વ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
જેમાં ઘટના સ્થળેથી CCTV ફૂટેજ પરથી ત્રણે આરોપીઓને ઓળીખી કાઢવામાં આવ્યા હતા. અરવલ્લી LCB પોલીસે ઘટનામાં સંડોવાયેલા આરોપી રાહુલ અને કુલદીપને ઝડપી લીધા છે. જ્યારે મહીપાલને ઝડપી પાડવા ચક્રોગતિમાન કર્યા હતા.