અરવલ્લીઃ જિલ્લામાં દારૂનો વેપલો કરવા માટે બુટલેગરો નિતનવા કિમિયાઓ અપનાવી રહ્યાં છે. જિલ્લા મથક મોડાસામાં એક પાનની દુકાનમાંથી LCB પોલીસે દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. અરવલ્લી જિલ્લાના મોડાસા ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારના સહયોગ ચોકડી નજીક, માહી પાન પાર્લર ચલવાતા અને મોડાસાના કોલવડા ના રહિશ મેહુલકુમાર નરેન્દ્દભાઇ જયશ્વાલની દુકાનમાં વિદેશી દારૂ રાખે છે.
પાનની દુકાનની આડમાં દારૂનો ધંધો, પોલીસે છાપો મારી કર્યો જેલના હવાલે - Modasa LCB Police
અરવલ્લી જિલ્લામાં દારૂનો વેપલો કરવા માટે બુટલેગરો નિતનવા કિમિયાઓ અપનાવી રહ્યાં છે. જિલ્લાના મોડાસા ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તાર નજીક પાનની દુકાનમાંથી રૂપિયા 20,000/- કિંમતની ભારતીય બનાવટના દારૂનો જથ્થો મળી આવ્યો હતો.
પાનની દુકાનની આડમાં કરતો હતો દારૂનો ધંધો, પોલીસે છાપો મારી કર્યો જેલના હવાલે
જિલ્લા LCB પોલીસને તેવી બાતમી મળી હતી. જેના આધારે જિલ્લા LCB પોલીસે માહી પાન પાર્લર પર રેડ કરી હતી. આ પાનની દુકાનમાંથી રૂપિયા 20,000/- કિંમતની ભારતીય બનાવટના ઇંગ્લિશ દારૂનો જથ્થો મળી આવ્યો હતો. બનાવટના ઇગ્લિશ દારૂની 22 બોટલ્સ જપ્ત કરા હતી.
પોલીસે આરોપી પાસેથી મોબાઇલ, રોકડ રકમ મળી કુલ રૂપિયા 33,300/- નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. જે અંગે કાયદેસરની કાર્યવાહી કરી મોડાસા ટાઉન પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરાવવામાં આવ્યો હતો.