ગુજરાત

gujarat

ETV Bharat / state

અરવલ્લીની પોલીસે માસ્ક નહી પહેરનારા પાસેથી 40 લાખથી વધુનો દંડ વસૂલ્યો - Aravalli police collected more than Rs 40 lakh from those who did not wear masks

અરવલ્લી જિલ્લામાં કોરોનાની બીજી લહેર દરમિયાન માસ્ક નહિ પહેરનારા લોકો પાસેથી પોલીસે લાખોના દંડ વસુલ કર્યા છે. છેલ્લા ત્રણ મહિનામાં જિલ્લાના વિવિધ પોલીસ સ્ટેશનના અધિકારીઓએ તેમના વિસ્તારમાં માસ્ક નહિ પહેરનારા 4395 બેદરકાર લોકોને દંડીત કર્યા છે.

અરવલ્લીની પોલીસે માસ્ક નહી પહેરનારા પાસેથી 40 લાખથી વધુનો દંડ વસૂલ્યો
અરવલ્લીની પોલીસે માસ્ક નહી પહેરનારા પાસેથી 40 લાખથી વધુનો દંડ વસૂલ્યો

By

Published : Jun 6, 2021, 4:55 PM IST

  • કોરોનાના કપરા કાળમાં લોકોને ગુજરાન ચલાવવવું મુશ્કેલ બન્યુ
  • સરેરાશ એક દિવસમાં 48 હજાર જેટલો દંડ વસૂલ કર્યો
  • મોડાસા પોલીસે 5.65 લાખનો દંડ વસૂલ કર્યો

અરવલ્લીઃ કોરોનાની પ્રથમ લહેર અને બીજી લહેર વચ્ચે નોંધપાત્ર સમય સુધી જાણે મહામારીનો અંત આવી ગયો હોય તેમ પોલીસે માસ્ક ન પહેરવા બદલ દંડ લેવાનું મહદઅંશે ટાળ્યુ હતું. જેના પગલે લોકો માસ્ક પહેરવાનું ભુલ્યા હતા. જો કે, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પછી બીજી લહેર શરૂ થતા ફરીથી પોલીસે માસ્ક ન પહેરનારા પાસેથી દંડ વસૂલવાનું શરૂ કર્યુ હતું.

અરવલ્લીની પોલીસે માસ્ક નહી પહેરનારા પાસેથી 40 લાખથી વધુનો દંડ વસૂલ્યો

આ પણ વાંચોઃમાસ્ક પહેંરવા કહ્યું તો યુવકે મારી પોલીસને થપ્પડ, પછી પોલીસે શું કર્યું? જાણો...

માર્ચ, એપ્રિલ અને મે મહિનામાં 43.95 લાખ દંડ વસૂલ કર્યો

અરવલ્લી જિલ્લાના વિવિધ પોલીસ સ્ટેશન વિસ્તારોમાં માસ્ક ન પહેરનારા લોકો પાસેથી માર્ચ, એપ્રિલ અને મે મહિનામાં 43.95 લાખ દંડ વસૂલ કર્યો છે. એટલે સરેરાશ એક દિવસમાં 48 હજાર જેટલો દંડ વસૂલ કર્યો છે. કોરોનાના કપરા કાળમાં જ્યારે લોકોને ગુજરાન ચલાવવવું મુશ્કેલ બન્યુ છે. ત્યારે અરવલ્લી પોલીસે 4395 વ્યક્તિઓ પાસેથી રૂપિયા 1000 ઉઘરાવી સરકારી તીજોરી છલકાવી છે.

આ પણ વાંચોઃભાવનગર શહેરમાં 15 દિવસમાં 50 લાખનો માસ્કનો દંડ વસૂલાયો

11 પોલીસ સ્ટેશનમાં શામળાજી પોલીસે સૌથી વધુ 7.78 લાખનો દંડ વસૂલ કર્યો

અરવલ્લીના વિવિધ પોલીસ સ્ટેશનોની વાત કરીએ તો 11 પોલીસ સ્ટેશનમાં શામળાજી પોલીસે સૌથી વધુ 7.78 લાખ તેમજ મોડાસા પોલીસે 5.65 લાખનો દંડ વસૂલ કર્યો છે.

ABOUT THE AUTHOR

...view details