ગુજરાત

gujarat

ETV Bharat / state

અરવલ્લીમાં ઈનોવેશન અને એન્ટરપ્રેનિયોરશિપ પર વેબિનાર યોજાયો - સર પી. ટી સાયન્સ કોલેજ

લોકડાઉન દરમિયાન ઘરે રહીને આખા દેશમાંથી વિદ્યાર્થીઓ, નિષ્ણાંતો, અધ્યાપકો શૈક્ષણિક ચર્ચા કરી શકે તે હેતુથી મ. લા. ગાંધી ઉચ્ચ્તર કેળવણી મંડળ સંચાલિત સર પી. ટી સાયન્સ કોલેજ મોડાસાના એસ. એસ. આઈ. પી. ઈંક્યુબેશન સેન્ટર, ગુજરાત કાઉન્સીલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી ગુજરાત સરકાર, જિલ્લા લોક્વિજ્ઞાન કેન્દ્ર અરવલ્લી અને એસેન્સટેક અમદાવાદના સંયુક્ત ઉપક્રમે ત્રણ દિવસનો “શોધ” ઈનોવેશન અને એન્ટરપ્રેનિયોરશિપ વિષય પર નેશનલ લેવલનો વેબિનાર યોજાયો હતો.

etv bharat
અરવલ્લી: ઈનોવેશન અને એન્ટરપ્રેનિયોરશિપ પર નેશનલ લેવલનો ઓનલાઈન વેબિનાર યોજાયો

By

Published : Apr 21, 2020, 10:19 PM IST

અરવલ્લી: ડો. રોનક કડિયા પ્રોફેસર, એ. વન ફાર્મસી કોલેજ, પ્રો.તુષાર પંચાલ, જીટીયુ ઈનોવેશન કાઉન્સીલ અને હર્ષલ સંઘવી એસેંન્સટેક અમદાવાદે ઈનોવેશન અને એન્ટરપ્રેનિયોરશિપ પર સત્રો લીધાં હતાં. ડો નરોતમ સાહૂ મેમ્બર સેક્રેટરી અને એડવાઈઝર ગુજકોસ્ટએ વિધાર્થીઓને સરકારના સ્ટાર્ટઅપ ઉદ્યોગસાહસિકતા પ્રકલ્પોની માહિતી આપી વિજ્ઞાન અને ટેકનોલોજીનો ઉપયોગ કરી મહામારીના સમયમાં આવા વેબિનાર યોજવા પ્રોત્સાહન આપ્યું હતું.

મિજોરમથી મહારાષ્ટ્ર, જમ્મુ કાશ્મીર સહિતના 500થી વધુ વિદ્યાર્થી અધ્યાપકો, ઈનોવેટર્સ આ વેબિનારમાં સીધા ઓનલાઈન જોડાયા હતાં. જ્યારે મીડિયા પાર્ટનર વ્યાપાર જગતના ફેસબુક લાઈવ અને યુ ટ્યુબ પર હજારો લોકોએ લાભ લીધો હતો.

ડૉ કે પી પટેલ પ્રિન્સીપાલ સાયન્સ કોલેજ દ્વારા વેબિનારના ઉદ્દ્શ્ય અને આધુનિક શિક્ષણની અપેક્ષાઓની સમીક્ષા કરવામાં આવી હતી. કો ઓર્ડીનેટર ડો વેદિયા અને પ્રા ગિરીશ વેકરિયા કન્વીનરે જણાવ્યું હતુ કે ટેકનોલોજીનો ઉપયોગ કરી વેબિનારના માધ્યમથી માનવ કલાકો અને પૈસાનો બચાવ થાય છે અને અતરિયાળ વિસ્તારના વિદ્યાર્થીઓને જોડી શકાય છે.

આ વેબિનારને સફળ બનાવવા સાયન્સ કોલેજની ટીમ, ગુજકોસ્ટ ટીમ, હર્ષલ સંઘવી, પ્રો ચિંતન પંચાસરા એસેન્સટેક, ડો પ્રવિણ પરમાર, વ્યાપાર જગત અને આઈ.એસ.ટી.ડી દ્વારા જહેમત ઉઠાવેલ હતી “શોધ“ નાવીન્ય અને ઉદ્યોગ સાહસિકતા પર રાષ્ટ્રીયકક્ષાના વેબિનારના સફળ આયોજન બદલ માટે કેળવણી મંડળના પ્રમુખ નવીનચંદ્ર મોદી અને સેક્રેટરી સુરેન્દ્રભાઈ શાહે અભિનંદન પાઠવ્યા હતાં.

ABOUT THE AUTHOR

...view details