ગુજરાત

gujarat

ETV Bharat / state

અરવલ્લી: આરોગ્યની 164 ટીમોનો મેગા સર્વ , 9629 ઘરોને ડોર ટુ ડોર સર્વેમાં આવરી લેવાયા - અરવલ્લી હોમ ટુ હોમ સર્વે

અરવલ્લી જિલ્લામાં કોરોના પોઝિટિવના અત્યાર સુધી 129 કેસ નોંધાયા છે.ત્યારે જિલ્લા આરોગ્ય અને વહિવટી તંત્ર દ્વારા કોરોના પ્રભાવિત વિસ્તારને કન્ટેન્ટમેન્ટ ઝોન જાહેર કર્યો છે. તેમજ આસ-પાસના વિસ્તારમાં આવતા લોકોની અવર-જવર પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.

etv bharat
અરવલ્લી: આરોગ્યની 164 ટીમોનો મેગા સર્વ , 9629 ઘરોને ડોર ટુ ડોર સર્વેમાં આવરી લેવાયા

By

Published : Jun 6, 2020, 9:46 PM IST

અરવલ્લી: જિલ્લામાં કોરોના પોઝિટિવના અત્યાર સુધી 129 કેસ નોંધાયા છે.ત્યારે જિલ્લા આરોગ્ય અને વહીવટી તંત્ર દ્વારા કોરોના પ્રભાવિત વિસ્તારને કન્ટેન્ટમેન્ટ ઝોન જાહેર કર્યો છે. તેમજ આસ-પાસના વિસ્તારમાં આવતા લોકોની અવર-જવર પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.

જિલ્લામાં નોંધાયેલા કેસ બાયડમાં 9, ભિલોડાના 13,ધનસુરાના 12, મેઘરજના 8, મોડાસાના 36 અને માલપુરના બે મળી એમ કુલ 80 કન્ટેન્ટમેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યા હતા. જેમાં 33 એવા વિસ્તાર છે.જેમાંથી અત્યારે અવા વિસ્તારો છે જયા ચૌદ દિવસથી સતત સર્વે ચાલુ છે.તેમજ 18 જેટલા નિયત્રિંત વિસ્તારોમાં સર્વે પૂર્ણ કરવામાં આવ્યો છે.

જેમાં જિલ્લામાં જાહેર કરવામાં આવેલા કન્ટેન્ટમેન્ટ વિસ્તારમાં મેડિકલ ઓફિસર, સુપરવાઇઝર અને ફિમેલ હેલ્થ અને આશા વર્કર મળીને આરોગ્યની કુલ- 164 ટીમ બનાવવામાં આવી છે. જેમણે જિલ્લાના ગ્રામ્યના 58, મોડાસા શહેરના 20 તેમજ બાયડ શહેરના બે મળી કુલ 80 કન્ટેન્ટમેન્ટ વિસ્તારમાં મેગા સર્વેલન્સની કામગીરી પૂર્ણ કરી છે. જેમાં જિલ્લાના 9629 ઘરોના 25,550 પુરૂષ અને 22,372 સ્ત્રીઓ મળી કુલ 47992 લોકોને હાેમ ટુ હોમ સર્વેમાં આવરી લેવામાં આવ્યા છે.



ABOUT THE AUTHOR

...view details