મોડાસાઃ ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગ- GAD એ ૧લી ઓગસ્ટ ૨૦૧૮ના રોજ એક ઠરાવથી ૧૮ વર્ષ જૂની અનામત નીતિ બદલી હતી. LRDની ભરતીમાં અનામત હેઠળના ઉમેદવારોએ જનરલથી વધુ મેરિટ મેળવ્યું હતુંં તેમ છતાં તેમને અનામત પૂરતાં સીમિત રાખવામાં આવ્યાં હતાં. જેમાં ST, SC, OBC અને EBC વર્ગની મહિલા ઉમેદવારોનું મેરિટ જનરલ કરતા વધુ હોવા છતાં તેમને જનરલ કેટેગરીને બદલે અનામત કેટેગરીમાં જ સમાવિષ્ટ કરવામાં આવ્યાં છે, જેનો વિવાદ થયો હતો. સરકારે સમાધાન ફોર્મ્યુલા અપનાવતા આંદોલન શાંત પાડ્યું હતુ .
અરવલ્લી LRD મહિલા ઉમેદવારોએ કલેકટરને આવેદનપત્ર આપ્યું
ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગ- GAD ના ૧લી ઓગસ્ટ ૨૦૧૮ના ઠરાવને રદ કરવાની માગ સાથે ૭૨ દિવસ સુધી ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે અનામત વર્ગની LRD મહિલા ઉમેદવારો ચાર માસ અગાઉ ઉપવાસ પર બેઠી હતી. આંદોલને ઉગ્ર સ્વરૂપ ધારણ કરતાં અંતે સરકારે સમાધાન કર્યુ હતું. જોકે હજુ સુધી પરીક્ષામાં પાસ થયેલ મહિલા LRD ઉમેદવારોને ફરજ પર હાજર કરવામાં આવ્યાં નથી . જેને લઇ ઉમેદાવારોમાં રોષ પ્રવર્તી રહ્યો છે. આ અંગે અરવલ્લી જિલ્લાની LRD માં પાસ થયેલ બહેનોએ જિલ્લા અધિક કલેકટરને આવેદનપત્ર આપ્યુ હતું.
અરવલ્લી LRD મહિલા ઉમેદવારોએ કલેકટરને આવેદનપત્ર આપ્યું
આ મુદ્દાને ચાર મહિના વીતી ચૂક્યાં છે તેમ છતાં હજુ સુધી ઉતીર્ણ થયેલ બહેનોને ફરજ પર હાજર કરવામાં નથી. જેથી અરવલ્લી જિલ્લા અધિક કલેકટરને આપેલ આવેદનપત્રમાં ચીમકી આપવામાં આવી છે કે જો 15/07/2020 સુધીમાં LRD બહેનોને હાજર કરવામાં નહીં આવે તો ફરી એકવાર ગુજરાતમાં રાજ્ય વ્યાપી આંદોલન કરવામાં આવશે.