ગુજરાત

gujarat

ETV Bharat / state

માસ્ક અંગેના ચેંકીગ દરમિયાન બગાસુ ખાતા પતાસુ મળ્યું, ઝડપાયો 53 હજારનો વિદેશી દારૂ - mask wearing checking

અરવલ્લી જિલ્લાના શામળાજી તરફથી આવી રહેલા ટ્રક-ટ્રેલરના ચાલક-ક્લીનરે માસ્ક પહેર્યું ન હોવાથી દંડ કરવા અટકાવવા જતા ટ્રક-ટ્રેલરના ચાલકે ટ્રેલર પુરપાટ ઝડપે હંકારી મુક્યુ હતું અને આગળ રોડ પર ઉભું રાખી ટ્રેલર ચાલક-ક્લીનર ઝાડી ઝાંખરામાં ભાગી ગયા હતા. પોલીસે ટ્રક-ટ્રેલરમાં તપાસ કરતા કેબિનમાં સંતાડેલો 53 હજાર રૂપિયાનો વિદેશી દારૂ મળી આવતા પોલીસે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

અરવલ્લી
અરવલ્લી

By

Published : Jul 31, 2020, 1:30 PM IST

મોડાસા: અરવલ્લી જિલ્લાના મોડાસાના રાજેન્દ્ર નગર ચોકડી નજીક પોલીસે રાજસ્થાન તરફથી આવતા માસ્ક પહેર્યા વગરના વાહનચાલકોને દંડની કાર્યવાહી હાથધરી હતી.

શામળાજી તરફથી આવી રહેલા ટ્રક-ટ્રેલરના ચાલક-ક્લીનરે માસ્ક પહેર્યું ન હોવાથી દંડ કરવા અટકાવવા જતા ટ્રક-ટ્રેલરના ચાલકે ટ્રેલર પુરપાટ ઝડપે હંકારી મુક્યુ હતું અને આગળ રોડ પર ઉભું રાખી ટ્રેલર ચાલક-ક્લીનર ઝાડી ઝાંખરામાં ભાગી ગયા હતા. પોલીસે ટ્રક-ટ્રેલરમાં તપાસ કરતા કેબિનમાં સંતાડેલો 53 હજાર રૂપિયાનો વિદેશી દારૂ મળી આવતા પોલીસે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.

સામાન્ય રીતે દારૂ અંગે પોલીસને અગાઉથી બાતમી મળેલી હોય તો વોચ ગોઠવી બુટલેગરને ઝડપવાની કાર્યવાહી કરવામાં આવે છે. જોકે વાહનચાલકોમાં માસ્ક અંગે તપાસ દરમિયાન પોલીસને બગાસુ ખાતા પતાસુ મળ્યા જેવી સ્થિતિ સર્જાઇ હતી .

હાલ પોલીસ દ્રારા માસ્ક ન પહેરનારને દંડ કરવામાં આવી રહ્યો છે ત્યારે મોટાભાગના ધોરીમાર્ગો પર વાહનોને અટકાવી ચેકીંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. મોડાસા રૂરલ પીઆઇ એસ.એન.પટેલ અને તેમની ટીમે રાજેન્દ્ર નગર ચોકડી ખાતે શામળાજી તરફથી આવતાં વાહનોનું માસ્ક અંગે ચેકીંગ હાથ ધર્યુ હતુ. આ દરમિયાન શામળાજી તરફથી આવી રહેલા ટ્રક ટ્રેઈલરના ડ્રાઈવર ક્લીનરે માસ્ક પહેરેલો ન હોવાથી દંડ કરવા માટે ઉભી રાખવાનો ઈશારો કરતાં ટ્રક ચાલકે ગાડી ઉભી નહીં રાખી હિંમતનગર રોડ પર તરફ હંકારી મૂકી હતી અને આગળ જઈ ટ્રક રોડની સાઈડમાં ઉભી રાખી ખેતરોમાં ઝાડી ઝાંખરા પાછળ થઈને ભાગી ગયા હતા.

ડ્રાઇવરની આ હરકતથી પોલીસને શંકા જતા ટ્રકની તલાશી લીધી હતી . જેમાં કેબીનમાં સંતાડી રાખેલો વિદેશી દારૂની બોટલ નંગ-84 જેની કિંમત રૂપિયા 53400 નો જથ્થો જપ્ત કરી ટ્રક ટ્રેલર મળી કુલ રૂપિયા 1053400 નો મુદ્દામાલ જપ્ત કરી ફરાર ટ્રક-કન્ટેનર ચાલક-ક્લીનર વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી ઝડપી પાડવા કાર્યવાહી હાથ ધરી હતી .

ABOUT THE AUTHOR

...view details