ગુજરાત

gujarat

ETV Bharat / state

અરવલ્લી LCBએ રેડ પાડી શ્રાવણીયો જુગાર રમતા 17ને ઝડપ્યા - Panchkuhada village

અરવલ્લી જિલ્લા LCBની ટીમે બાતમીના આધારે ધનસુરાના પાંચકુહાડા ગામે રહેણાંક મકાનમાં છાપો મારી મોટી સંખ્યમાં જુગારીઓને ઝડપી પાડ્યા હતા. LCBની રેડથી ધનસુરામાં જુગાર રમતા જુગારીઓમાં સોપો પડી ગયો હતો.

Shravaniya gamblers
અરવલ્લી LCBએ છાપો મારી ૧૭ શ્રાવણીયા જુગારીઓને ઝડપ્યા

By

Published : Aug 3, 2020, 7:14 PM IST

અરવલ્લીઃ જિલ્લામાં LCBની ટીમે બાતમીના આધારે ધનસુરાના પાંચકુહાડા ગામે રહેણાંક મકાનમાં છાપો મારી મોટી સંખ્યમાં જુગારીઓને ઝડપી પાડ્યા હતા. LCBની રેડથી ધનસુરામાં જુગાર રમતા જુગારીઓમાં સોપો પડી ગયો હતો.

ધનસુરા પાંચ કુહાડા ગામે ઘરમાં જુગાર રમાઇ રહ્યો છે તેવી બતામી મળતા LCBની ટીમે છાપો માર્યો હતો. એલસીબી પોલીસે જશું મંગળ પરમાર નામના ઇસમના મકાનમાં રેડ કરતા 17 જુગારીઓ શ્રાવણીયો જુગાર રમતા ઝડપાયા હતા. પોલીસે આરોપીઓને ઝડપી જુગારીઓએ દાવ પર લગાવેલી રકમ, મોબાઇલ, કાર અને અન્ય મુદ્દામાલ મળી કુલ રૂપિયા 3,92,000નો મુદ્દમાલ જપ્ત કર્યો હતો અને જુગારીઓ સામે જુગારધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.

અરવલ્લી LCBએ છાપો મારી ૧૭ શ્રાવણીયા જુગારીઓને ઝડપ્યા

રઝાક સાદીક પટેલ, અબ્દુલ ઇસ્માઇલ પટેલ, રફીક ઇસ્માઇલ પટેલ, સિરાજ ઇશાક બાકરોલીયા, રહીમ ઉર્ફે ભીખા અબ્દુલ બાકરોલીયા, દાઉદ ઉસ્માન શેખ, કાદરમિયા મહેમુદમિયાં શેખ, હાજીમિયાં ઉસ્માનમીયા શેખ, જાફર અહેમદ શેખ, ગોપાલસિંહ કેશુસિંહ સોલંકી, સંજય હરજીવનદાસ શાહ, ચિરાગ ભરત દેસાઇ, ભાગવત ચીમન બ્રહ્મભટ્ટ, અમરત બેચર પટેલ, રાજેશ બચુ મીર, ઇસ્માઇલ યાકુબ ઇપ્રોલીયા અને દિલાવરખાન અહેમદખાન પઠાણ નામના આરોપીઓને પોલીસે ઝડપ્યા છે.

ABOUT THE AUTHOR

...view details