- અરવલ્લી LCBએ બુટલેગર સુકા ડુંડને ઝડપી લીધો
- ભિલોડા પંથકમાં નામચીન બુટલેગર છે સુકો ડુંડ
- અપહરણ અને હત્યાના કુલ 23 ગુનામાં સુકો ડુંડની સંડોવણી
અરવલ્લી : જિલ્લાના ભિલોડા પંથકમાં નામચીન બુટલેગર સુકો ડુંડ છેલ્લા કેટલાક સમયથી પોલીસને હંફાવી રહ્યો હતો. અપહરણ અને હત્યાના ગુનામાં સંડોવાયેલા કુખ્યાત બુટલેગર સુકા ડુંડ અને તેના સાગરીતોને ઝડપી લેવા પોલીસ સતત સક્રિય હતી. પોલીસે હત્યાના આરોપમાં સંડોવાયેલા તેના સાગરીતોની ધરપકડ કરી હતી, તેમ છતાં સુકો પોલીસની પકડથી દૂર હતો. જિલ્લા પોલીસ તંત્રએ સુકાને ઝડપી લેવા બાતમીદારોને સક્રિય કરતા આખરે સુકો ડુંડ તેના ઘરે અને આજુબાજુ વિસ્તારમાં ફરતો હોવાની માહિતી મળી હતી. જેના આધારે પોલીસે વોચ ગોઠવી હતી. બાતમીના આધારે ગામના રોડ નજીક આવેલા ઝાડી-ઝાંખરામાંથી સુકા ડુંડને દબોચી લેવામાં આવ્યો હતો.
23 ગુનામાં સંડોવાયેલો છે સુકો ડુંડ
પોલીસ પર હુમલો કરવાથી ટેવવાયેલો સુકો આખરે પોલીસના સકંજામાં આવી ગયો છે. સુકો 23 જેટલા ગુનામાં આરોપી છે. જો કે, હજૂ હત્યાના ગુનાના બે સાથી આરોપી પકડવાના બાકી છે. જે હવે ઝડપાઇ જશે, તેમ અરવલ્લી પોલીસે જણાવ્યુ હતું.
આ પણ વાંચો -ભિલોડામાં અપહરણ અને ખુનના કેસમાં બુટલેગરના બે સાગરીતો ઝડપાયા
શું હતો મામલો?
અરવલ્લી જિલ્લાના ભિલોડા શામળપુરના રહેવાસી કડવા ગામેતીનું પાંચ શક્સો દ્વારા ગડદાપાટુનો માર મારી તેમજ ઇલેકટ્રીક કરંટ આપી મોત નિમજવાતા ચકચાર મચી હતી. આ અંગે પોલીસે તાપસ હાથ ધરતા પોલીસે નોંધેલી ફરિયાદ મુજબ શામળપુરના રહેવાસી કડવા ગામેતીને વિધિ કરવાના બહાને 5 શક્સો ગાડીમાં જબરજસ્તી બેસાડીને ડોડીસરા ગામે લાવ્યા હતા. જ્યાં મૃતકને લાકડીઓથી માર મારવામાં આવ્યો હતો, તેમજ સ્વીચ બોર્ડના જીવંત વાયરથી ઇલેટ્રિક શોક આપીને મોતને ઘાટ ઉતારવામાં આવ્યો હતો. મૃતકના પરિવારને ઘટનાની જાણ તેમના માથે જાણે આભ ફાટ્યુ હતું.