શામળાજી: અરવલ્લી જિલ્લાના શામળાજી નજીક વનવિભાગની ટીમે અગાઉથી બાતમીના આધારે રાજસ્થાન તરફથી આવતા વાહનોનું ચેકિંગ હાથ ધર્યુ હતું . આ દરમિયાન ઉત્તરાખંડનું રજિસ્ટ્રેશન ધરાવતી સેન્ટ્રો કારને અટકાવી તલાશી લેવામાં આવી હતી.તપાસ દરમિયાન કારમાં રાખેલા કોથળામાંથી બે કીડીખાઉના મૃતદેહ મળી આવ્યાં હતાં. વનવિભાગની ટીમે કારમાં બેઠલા એક ઇસમને દબોચી લીધો હતો.
અરવલ્લી વનવિભાગે બે મૃત કીડીખાઉ સાથે 1 ઇસમને ઝડપ્યો, 2 ફરાર - વનવિભાગ
અરવલ્લી વનવિભાગે રતનપુર ચેકપોસ્ટ પાસેથી સેન્ટ્રો કારમાંથી બે મૃત કીડીખાઉ સાથે એક શખ્શને ઝડપી લીધો હતો. સેન્ટ્રો કારમાં રહેલા અન્ય બે શખ્શો વનવિભાગની ટીમને ચકમો આપી ફરાર થઈ ગયાં હતાં. કીડીખાઉની તસ્કરીમાં આંતરરાજ્ય રેકેટ ચાલતું હોવાની સાથે કીડીખાઉને ખરીદનાર ટ્રેડરને ઝડપી પાડવા તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે.
અરવલ્લી વનવિભાગે બે મૃત કીડીખાઉ સાથે ૧ ઇસમને દબોચ્યો
જોકે અન્ય બે ભાગી જવામાં સફળ થયાં હતાં. વનવિભાગની ટીમે બંને મૃત કીડીખાઉને પોસ્ટ મોર્ટમ માટે સરકારી પશુ દવાખાને મોકલી આપી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી. જોકે આ બાબતે વન વિભાગે માધ્યમોને કોઇપણ માહિતી આપવાનો નનૈયો ભણ્યો હતો.