ગુજરાત

gujarat

ETV Bharat / state

અરવલ્લી જિલ્લા ટ્રાફિક પોલીસે માર્ગ સલામતી સપ્તાહની ઉજવણી કરી - અરવલ્લી જિલ્લા ટ્રાફિક પોલીસ

મોડાસા: 31માં રાષ્ટ્રીય માર્ગ સલામતી સપ્તાહ અંતર્ગત અરવલ્લી જિલ્લાના મોડાસા ટ્રાફિક પોલીસ દ્વારા ટ્રાફિક જાગૃતિ અભિયાન યોજવામાં આવ્યું હતું. જેમાં વાહનચાલકોને ગુલાબ તેમજ પત્રિકા આપી ટ્રાફિક નિયમો અને અકસ્માતને લગતી સૂચનાઓ આપવામાં આવી હતી.

arvalli
arvalli

By

Published : Jan 14, 2020, 9:48 PM IST

અરવલ્લી તેમજ સમગ્ર ગુજરાતમાં દિન પ્રતિદિન અકસ્માતનું પ્રમાણ વધી રહ્યું છે. ત્યારે અરવલ્લીના વાહન ચાલકોમાં ટ્રાફિક નિયમો અંગે જાગૃતિ લાવવા ટ્રાફિક પોલીસ દ્વારા માર્ગ સલામતી સપ્તાહ ઉજવણી કરવામાં આવી હતી. દરેક વાહનચાલકોને ગુલાબનું ફૂલ અને પત્રિકા આપી ટ્રાફિક નિયમો અંગે માહિતીગાર કર્યા હતા. વાહનચાલકોને લાયસન્સ ,વાહનોના ડોક્યુમેન્ટ, વાહન ધીમે ચલાવો, નશાયુક્ત પદાર્થોનું સેવન કરી વાહન ન ચલાવવું ,ટ્રાફિક સંજ્ઞાઓનો અમલ કરવો, ગતિ મર્યાદાના નિયંત્રણો,અને અકસ્માત અંગે પોલીસને તુરંત જાણ કરવી, સલામતી ડ્રાઈવિંગ ,વાહનો પર HSRP નંબર પ્લેટ ફરજિયાત જેવી અગત્યની સૂચનાઓ અંગે વાહનચાલકોને માહિતગાર કરવામાં આવ્યા હતા.

અરવલ્લી જિલ્લા ટ્રાફિક પોલીસે માર્ગ સલામતી સપ્તાહની ઉજવણી કરી

મોડાસા ટ્રાફિક PSI કે.કે રાજપૂત, ASI બાલુસિંહ ચૌહાણ અને સમગ્ર અરવલ્લી ટ્રાફિક પોલીસએ ગુલાબનું ફૂલ અને પત્રિકા આપી વાહનચાલકોને ટ્રાફિક નિયમની માહિતી આપી હતી. આ ટ્રાફિક જાગૃતિ અભિયાન દ્વારા ટ્રાફિકના નિયમોનું પાલન થાય તેવા હેતુસર કરવામાં આવ્યું હતુ.

ABOUT THE AUTHOR

...view details