અરવલ્લીઃ કોરોના વાઇરસને લઇ સમગ્ર રાષ્ટ્રવ્યાપી લોકડાઉન જાહેર થતા સમગ્ર વિસ્તારમાં વેપાર-વાણિજ્યક સેવાઓ બંધ કરવામાં આવી હતી. આ સાથે ગ્રામ્ય વિસ્તારમાં પણ તકેદારીના ભાગરૂપે જયાં મોટી સંખ્યમાં લોકો એકત્ર થવાની સંભાવના હોઇ છે. ત્યાં કામકાજ પણ સ્થગિત કરવામાં આવ્યા હતા.
અરવલ્લી જિલ્લા નરેગાના કામદારોએ કામ માટે કરી માગણી - Commercial services were shut down
તાજેતરમાં કેન્દ્ર સરકાર દ્વારા ગ્રામ્ય વિસ્તારમાં સ્થિત લોકો માટે લોકડાઉનના સમયે કામ મળી રહે તે માટે અરવલ્લીના નરેગા અંતર્ગતના કામ શરૂ કરવાની મંજૂરી આપવામાં આવી છે.
અરવલ્લી જિલ્લા નરેગાના કામદારોએ કામ માટે કરી માંગણી
તાજેતરમાં કેન્દ્ર સરકાર દ્વારા ગ્રામ્ય વિસ્તારમાં સ્થિત લોકો લોકડાઉનના સમયે કામ મળી રહે તે માટે નરેગા અંતર્ગતના કામો શરૂ કરવાની મંજૂરી અપાઇ છે. જે અંતર્ગત અરવલ્લી જિલ્લામાં 4342 કામદારોએ કામની માંગણી કરી છે.
જિલ્લામાં 25, 462 નરેગાના કામદારો નોંધાયેલા છે. જે પૈકી બાયડના 526, ભિલોડાના 1668, ધનસુરના 292, માલપુરના 308, મેઘરજના 1234 જયારે મોડાસના 296 કામદારોએ લોકડાઉન સમયે કામગીરીની માંગણી કરી છે.