ગુજરાત

gujarat

ETV Bharat / state

અરવલ્લી જિલ્લા કોંગ્રેસ માઇનોરિટી સેલનું CAA વિરૂદ્ધ આવેદન - Aravalli District Congress Minority

અરવલ્લીઃ કેન્દ્ર સરકાર દ્વારા તાજેતરમાં બનાવવામાં CAA વિરુદ્ધ દેશના મોટાભાગના રાજ્યોમાં વિરોધ પ્રદર્શનો યોજાય રહ્યા છે. ત્યારે અરવલ્લી જિલ્લા કોંગ્રેસ માઇનોરીટી સેલ દ્વારા આ કાયદાના વિરોધમાં કલેકટરને આવેદનપત્ર આપી બિલ પરત લેવાની માગ સાથે બિલ પરત લેવામાં નહીં આવે ત્યાં સુધી ગાંધીજીના માર્ગે આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી.

etv bharat
અરવલ્લી જિલ્લા કોંગ્રેસ માઇનોરિટી સેલએ CAA વિરૂદ્ધ આવેદન પત્ર આપ્યું

By

Published : Dec 19, 2019, 8:56 PM IST

આવેદનપત્રમાં જણાવ્યું હતું કે CAA પક્ષ પતી કાયદો છે અને દેશના સંવિધાન જેમાં કોઈપણ વ્યક્તિને સમાન અધિકાર આપવામાં આવ્યા છે. તેના વિરોધમાં છે અને દેશ આઝાદ થયો ત્યારથી અત્યાર સુધીમાં અલગ-અલગ દેશમાંથી જે શરણાર્થીઓ આવતા હતા, તેમને ધર્મના ભેદભાવ વગર અહીંના રહેવાસી તરીકે બંધારણીય હક્કો અને નાગરિકતા આપવામાં આવતી હતી. છતાં આ દેશમાં નાતી જતી વચ્ચે વયમનસ્ય પેદા કરવાના ઇરાદાથી દેશમાં અંતર યુદ્ધ ફાટી નીકળે તેવા કારસા સત્તાધીશો રચતા હોય તેવું લાગી રહ્યું છે.

અરવલ્લી જિલ્લા કોંગ્રેસ માઇનોરિટી સેલએ CAA વિરૂદ્ધ આવેદન પત્ર આપ્યું

ABOUT THE AUTHOR

...view details