- અરવલ્લીમાં સતત બીજા દિવસે કોરોના કેસ સામે આવ્યાં
- આજે નવા 9 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા
- જિલ્લામાં કોરોના પોઝિટિવ દર્દીઓનો આંક 681 પર પહોંચ્યો
- સતત બીજા દિવસે કોરોનાના નવ કેસ નોંધાયાં
અરવલ્લીઃ અરવલ્લી જિલ્લામાં સતત બીજા દિવસે કોરોનાના નવ કેસ નોંધાયા છે. સોમવારે નવ કેસ નોંધાતાં છેલ્લાં ત્રણ દિવસમાં કોરોના દર્દીઓનો આંક 35 પર પહોંચ્યો છે જ્યારે કુલ દર્દીઓનો આંક 681 પર પહોચ્યો છે. સોમવારે નોંધાયેલ દર્દીઓમાં મોડાસા નગરમાં 09, મોડાસા તાલુકા વિસ્તારમાં 02, ભીલોડા તાલુકાના 02, માલપુર તાલુકાના 01 તેમ જ ધનસુરા તાલુકામાં 01 પોઝિટિવ કેસ નોધાયેલ છે.
અરવલ્લીમાં સતત બીજા દિવસે કોરોનાના 9 કેસ નોંધાયાં - 42 પોઝિટિવ દર્દી સારવાર હેઠળ
હાલમાં મોડાસા સાર્વજનિક હોસ્પિટલમાં-27,અમદાવાદ હોસ્પિટલમાં-03, તેમ જ સિવિલ હોસ્પિટલ હિમતનગર-04 પોઝિટિવ દર્દી સારવાર હેઠળ છે જ્યારે હોમ આઇસોલેશન-08 દર્દી સારવાર હેઠળ છે.
- આરોગ્યની 54 ટીમો દ્વારા 1175 ઘરોના 5488 લોકોનું હાઉસ ટુ હાઉસ સર્વેની કામગીરી કરી
જ્યાં પોઝિટિવ કેસ જાહેર થયાં છે. ત્યાં સંક્રમણનું જોખમ અટકાવવા પૂરતી તકેદારીના ભાગરૂપે તેવા વિસ્તારને નિયંત્રિત વિસ્તાર તરીકે જાહેર કર્યો હોય. આરોગ્યની 54 ટીમો દ્વારા 1175 ઘરોના 5488 લોકોનું હાઉસ ટુ હાઉસ સર્વેની કામગીરી કરવામાં આવી હતી. પોઝિટિવ કેસના સંપર્કમાં આવેલ 402 વ્યક્તિઓને હોમ ક્વોરેન્ટાઇન કરવામાં આવ્યાં છે.