- અરવલ્લીમાં કોરોનાનો આંક 646 પર પહોંચ્યો
- ગામડાંઓમાં કોરોના કેસની રોકેટ ગતિ
- લોકોનો હાઉસ ટુ હાઉસ સર્વે કરવામાં આવ્યો
મોડાસા- અરવલ્લીવા જિલ્લામાં કોરોનાગ્રસ્ત દર્દીઓનો આંક 646 પર પહોંચ્યો છે. ગુરૂવારના રોજ પાંચ કેસ નોંધાયા હતાં. જ્યારે શુક્રવારે ચાર કેસ નોંધાયા છે. મળતી માહિતી અનુસાર જિલ્લાના ગામડાઓમાં રેપીડ ટેસ્ટમાં મોટી સંખ્યામાં પોઝિટિવ દર્દીઓ નોંધાયાં છે. જોકે આરોગ્ય વિભાગ દ્વારા રેપીડ ટેસ્ટમાં પોઝિટિવ નોંધાયેલા દર્દીઓનો અંગે કોઇ માહિતી આપવામાં આવતી નથી.
ગામડાઓમાં રેપીડ ટેસ્ટમાં મોટી સંખ્યામાં પોઝિટિવ દર્દીઓ નોંધાયાં વેપારીઓ કોરોનાગ્રસ્ત બન્યાં
મોડાસાના શોપિંગ સેન્ટરમાં આવેલી દુકાનોના 10થી વેપારીઓ-કર્મચારીઓ કોરોનાગ્રસ્ત બન્યાં છે. મોડાસાના શ્યામસુંદર શોપિંગ સેન્ટરમાં આવેલી દુકાનોના 10થી વધુ વેપારીઓ અને કર્મચારીઓ કોરોનાગ્રસ્ત બન્યાં હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે. જેથી મોડાસા નગરમાં ફફડાટ ફેલાયો છે.
લોકોનો હાઉસ ટુ હાઉસ સર્વે કરવામાં આવ્યો આરોગ્યવિભાગની 38 ટીમ કામે લાગી
આરોગ્ય વિભાગ દ્વારા પોઝિટિવ કેસવાળા વિસ્તારને કોરોના નિયંત્રિત વિસ્તાર તરીકે જાહેર કરી આવા વિસ્તારમાં આરોગ્યની 38 ટીમો દ્વારા 778 ઘરોના 3624 લોકોનો હાઉસ ટુ હાઉસ સર્વે કરવામાં આવ્યો હતો. પોઝિટિવ કેસના સંપર્કમાં આવેલ 127 વ્યક્તિઓને હોમ ક્વોરેન્ટાઇન કરવામાં આવેલ છે.